વડોદરા: કોમન યુનિવર્સીટી એક્ટની હોળી કરીને વિરોધ

Updated: Sep 17th, 2023
વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
ગુજરાત સરકારે કોમન યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પસાર કરી દીધુ છે.જેના કારણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયત્તતા ખતમ થઈ ગઈ છે.
જોકે કોમન યુનિવર્સિટી બિલ એટલે કે કોમન એકટનો વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ થઈ રહ્યો હતો અને બિલ પસાર થયા બાદ પણ વિરોધ ચાલુ છે.
આજે વરસતા વરસાદમાં પણ વડોદરાનાઅભિવ્યક્તિની આઝાદી, બુટા, બુસા, ઓલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટિ તેમજ યુનિવર્સિટીના કેટલાક સેનેટ સભ્યો દ્વારા આજે યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુંબજ નીચે સરકારના કોમન યુનિવર્સિટી બિલની હોળી કરી હતી.
દેખાવકારોનુ કહેવુ હતુ કે, આ બિલના કારણે યુનિવર્સિટીને જ નહીં વડોદરાના વિદ્યાર્થીઓને અને ભાવી પેઢીને પણ સહન કરવાનો વારો આવશે.આ બિલ એમ.એસ.યુનિવર્સિટીમાં લાગુ ના થાય તે માટે વડોદરાના લોકોએ સામૂહિક રીતે વિરોધ કરવા માટે આગળ આવવુ જોઈએ.