વડોદરામાં શ્રાવણીયો જુગાર રમતા બાજવા ચેક પોસ્ટ પાસેથી ત્રણ ખેલી ઝડપાયા

Updated: Sep 4th, 2023
વડોદરા,તા.4 સપ્ટેમ્બર 2023,સોમવાર
છાણી પોલીસે બાજવા ચેકપોસ્ટ પાસેથી શ્રાવણિયો જુગાર રમતા ત્રણ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની રેડને પગલે જુગારીઓમાં દોડધામ 4 હજાર ઉપરાંતનો મુદ્દામાં કબજે કરાયો છે.
છાણી પો.સ્ટે વિસ્તારમાં સ્ટાફના જવાનો પેટ્રોલીગમાં હતા દરમ્યાન ફરતા ફરતા બાજવા ચેક પોસ્ટ પાસે આવતાં બાતમી મળી હતી કે પદમલા ગામ ઇન્દીરાનગરી પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લીમડાંના ઝાડ નીચે કેટલાક શખ્સો જુગાર રમે છે. જે બાતમી આધારે રવિવારે કરી રેઈડ કરતા સ્થળ ઉપરથી ૦૩ ખેલી સતિષભાઇ ભરતભાઇ પરમાર (ઉ.વ-39 રહે. પદમલા ગામ ઇન્દીરાનગરી વડોદરા ) મનોજભાઇ જીવણભાઇ પરમાર (ઉ.વ૩૫ રહે, પદમલા ગામ ઇન્દીરાનગરી વડોદરા), સંજયકુમા૨ દલસુખભાઇ પરમાર (ઉ.31 રહે- પદમલા ગામ પરમાર ફળીયું વડોદરા)ને ઝડપી પડ્યાહતા. તેમની અંગ ઝડતી તેમજ દાવ પરના મળી રૂ.4 હજારનો મદ્દામાલ કબ્જે કર્યો છે.