વડોદરામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 28થી વધુ ભારધારી વાહનો ડીટેઇન

Updated: Aug 21st, 2023
વડોદરા,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ ચાર્જ સંભાળતાની સાથે ટ્રાફિક નિયમન ઉપર ભાર મૂક્યો છે. અને સતત ઘનિષ્ઠ વાહન ચેકિંગ સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ટ્રાફિક વિભાગએ લાલ આંખ કરી છે. અગાઉ પોલીસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બેદરકારી પૂર્વક વાહન હંકારનાર તથા નશામાં વાહન હંકાળનાર 30થી વધુ ચાલકોની અટકાયત કરી હતી. ત્યારબાદ હવે ટ્રાફિક પોલીસે વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી પૂરપાટ ઝડપે દોડતા તથા અગત્યના કાગળો મામલે આઇસર ,ટ્રક, હાઇવા જેવા 28 થી વધુ ભારદારી વાહનો ડીટેઈન કરતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય વાહન ચાલકોમાં વ્યાપ્યો છે. હાલ, ડીટેઇન વાહનો તોપ સર્કલ ખાતે રાખવામાં આવ્યા છે.