વડોદરામાં જયરત્ન સોસાયટીના બે મકાનનું ડેડ એન્ડ સહિતનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

Updated: Aug 24th, 2023
image : Freepik
વડોદરા,તા.24 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરામાં ચારે બાજુએ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે આવેલી મધર સ્કૂલ પાસેની જયરત્ન સોસાયટીના બે મકાનના માલિકો દ્વારા ડેડ એન્ડ અને માર્જિનની જગ્યામાં કરાયેલા ગેરકાયદે બાંધકામને પોલીસ કાફલાની ટીમ સાથે રાખીને ટીડીઓ વિભાગના નેજા હેઠળ દબાણ શાખાની ટીમ દ્વારા મેન્યુઅલી દૂર કરાયું ક્યારે ઘટના સ્થળે સોસાયટીના સ્થાનિક રહીશોના ટોળા એકત્ર થયા હતા.પાલીકા એ જણાવેલી વિગત એવી છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે આવેલી મધર સ્કૂલ પાસેની જયરત્ન સોસાયટીમાં કુલ બે મકાનો અનુક્રમે નંબર 6 અને 16 ના ડેડ એન્ડ સહિત માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ અને કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યા હોવાની વારંવારની ફરિયાદો મહાનગરપાલિકા તંત્રને મળી હતી આથી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસ વિભાગનેના નેજા હેઠળ તથા ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણ મેન્યુઅલી તોડી પાડવામાં આવ્યું હતું. પાલિકાના દબાણ શાખાની ટીમની આ કામગીરી દરમિયાન સ્થાનિક સોસાયટીના રહીશો પાલિકાની કામગીરી જોવા એકત્ર થયા હતા.