વડોદરામાં ચાકુ બતાવી ઝોમેટોમાં નોકરી કરનાર યુવકના 10 હજાર રૂપિયા લૂંટી લેનાર શખ્સ ઝડપાયો

0

Updated: Sep 4th, 2023

image : Freepik

– યુવક નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રોકી ઈંટ થી હુમલો કર્યો:યુવકે બૂમાબૂમ કરતા વિવેક લોહાણા ભાગ્યો આખરે પકડાયો

વડોદરા,તા.4 સપ્ટેમ્બર 2023,સોમવાર

ઝોમેટો નોકરી કરતા યુવકને રસ્તામાં રોકી છરો બતાવીને રૂ.10 હજારનો લુંટી લેનાર યુવક પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.

અલકાપુરી રેલ્વે સ્ટેશન પાછળ રહેતોરાહુલભાઈ સુમંતભાઈ ગામીતે ઝોમેટોમાં ફૂડ ડિલિવરી નું કામ કરે છે. યુવકે નાધાવેલી ફરિયાદ મુજબ હું શહેરમાં ઝોમેટોમા ડિલેવરી બોય તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરી મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ. રવિવારે હું ઝોમેટોનો ઓર્ડર પતાવી મારા ધરે જતો હતો તે સમય દરમિયાન બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે અરુણોદય સર્કલ પાસે વિવેક લોહાણાનો નંબર વગરની એકટીવા લઈને મારી બાઇકની આગળથી ઓવરટેક કરી આગળ ઉભી રાખી દીધી હતી અને  વિવેક મારી પાસે રૂપિયાની માગણી કરવા લાગ્યો હતો. જેથી મેં આનાકાની કરતા તેણે મારી ફેટ પકડી તેના ખીસ્સામાંથી ચપ્પુ કાઢી મને જણાવ્યું હતું કે રૂપિયા નહી આપે તો તેને ચપ્પુ મારી દઇશ તેમ જણાવતા હું ગભરાઈ જતા મારી બાઈક લઈ ભાગવા જતા તેણે ઈંટથી હુમલો કર્યો હતો. જેથી હું નીચે પડી જતા દરમ્યાન આ વિવેક મારી ખીસ્સામાથી મારી લોનનો હપ્તો ભરવા માટે રાખેલ રૂપિયા 10 હજાર લઈ લીધા હતા. મેં બુમાબુમ કરતા તે તેની એક્ટીવા લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ હું સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસ તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો

.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW