વડોદરાના ખોડીયાર નગરની સિદ્ધાર્થનગર સોસાયટીમાં તસ્કરો બે મોબાઈલ ફોન ચોરી ફરાર

Updated: Aug 14th, 2023
image : Freepik
વડોદરા,તા.14 ઓગષ્ટ 2023,સોમવાર
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર સોસાયટીમાં આજે વહેલી સવારે પરિવારની હાજરીમાં ઘરમાં ઘૂસી બે અજાણ્યા તસ્કરો બે મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. ફરિયાદીની માતા વહેલી સવારે મંદિરે દર્શનાર્થે જતા તસ્કરો સ્ટોપર ખોલી મકાનમાંથી બે મોબાઈલ ફોન ચોરી નાસી છૂટ્યા હતા. આ સમયે પરિવારના સભ્યો પણ ઘરમાં હાજર હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા તેમાં એક વ્યક્તિ બહાર રેકી કરતો અને બીજો વ્યક્તિ ચોરીની ઘટનાને અંજામ આપતો કેમેરામાં કેદ થયો છે. આમ, બેખૌફ તસ્કરો પોલીસના પેટ્રિંગ સામે પડકારો ફેકે છે.