વડોદરાના કલ્યાણ નગર પંપીંગ સ્ટેશનની પાછળ દારૂની મહેફિલ માણતા છ નબીરાઓ ઝડપાયા

Updated: Aug 29th, 2023
વડોદરા,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર
વડોદરા શહેરના કલ્યાણનગર પંપીંગ સ્ટેશનની પાછળ ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી નશામાં ધૂત 6 નબીરાઓને ઝડપી પાડી રૂ.14,900ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.
સયાજીગંજ પોલીસે ચોક્કસ માહિતીના આધારે કલ્યાણ નગર પંપિંગ સ્ટેશનના પાછળ દરોડો પાડી દારૂની મહેફીલ માણી રહેલ છ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં જતીન ઠાકોરભાઈ પરમાર (શ્રી સર્વમંગલ રેસીડેન્સી, ઈટોલા રોડ, પોર), જીતેશ જેરામભાઈ વસાવા (યમુના મિલ કમ્પાઉન્ડ, ડીએસસીપી આવાસ યોજના મહાનગર સામે, પ્રતાપનગર), ગ્યાનુ રામબહાદુર સુનાર (બાપુનગર ,કલાલી ફાટક, અટલાદરા), રોહિત રાજેશભાઈ પાંડે (નવીનગરી ,કલ્યાણ નગર ), પરેશ સુદામા પાટીલ અને મોહન પરેક ખત્રી (બંને રહે -આમ્રપાલી એપાર્ટમેન્ટ ,નિમેટા ગામ/ મૂળ રહે -મુંબઈ તથા નેપાળ)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન દારૂની એક બોટલ, ચાખણું, ગ્લાસ, પાણીની બોટલ તથા પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 14,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.