લકઝરી ગાડીઓને સોફ્ટવેરથી ડીકોડ કરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરાયો

અમદાવાદ,
શુક્રવાર
અમદાવાદ ક્રાઇમ દ્વારા સમગ્ર દેશમાં લકઝરી ગાડીઓને સોફ્ટવેરની
મદદથી ડીકોડ કરીને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને મહત્વની સફળતા મેળવવામાં આવી છે. જેમાં ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં રહેતા બે આરોપીઓને
રૂપિયા ૧.૩૨ કરોડની કિંમતની ૧૦ લકઝરી કાર સાથે ઝડપી લીધા છે. આરોપીઓ અમદાવાદમાં ગાડીઓને
ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમની ગેંગની મોડ્સ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી
ઉઠી હતી. આરોપીઓની પુછપરછમાં ઉત્તરપૂર્વના રાજ્યોમાં ચાલતા આરટીઓના કૌભાંડનો પણ પર્દાફાશ
કરાયો છે.આ બનાવની વિગતો એવી છે કે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર
વી બી આલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે લકઝરી ગાડીઓની ચોરી કરતી ગેંગના સાગરીતો
અમદાવાદમાં કારને ચોરી કરવા આવ્યા છે . જેના આધારે નાના ચિલોડા સરદાર પટેલ રીંગ રોડ
પરથી અશરફખાન સુલતાનખાન ગાઝી(ઉ.વ.૩૨) (રહે.
સરાયા ફ્લેટ, મેરઠ,ઉત્તરપ્રદેશ) અને
ઈરફાનખાન પઠાણ (ઉ.વ.૩૪) (રહે.આઝાદ બસતી,રાંચી, ઝારખંડ)ને ઝડપી લેવાયા
હતા. જે બાદ તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ વિશેષ એપ્લિકેશનની મદદથી લકઝરી
ગાડીઓના સોફ્ટવેરને ડીકોડ કરીને કારના સોફ્ટવેરને બદલીને કારને ચાલુ કરી ચોરી કરતા
હતા. આ મોડ્સ ઓપરેન્ડીથી તેમણે ૧૦ જેટલી ગાડીઓની ચોરી કરી હતી. જેમાં ફોર્ચ્યુનર,
ક્રેટા,
અલકાઝર, બ્રેઝા અને
સ્વીફ્ટ કારના સોફ્ટવેરને ડીકોડ કરતા હતા. આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરી કરેલી તમામ
ગાડીઓ જપ્ત કરી છે..જેની કિંમત ૧૩૨ કરોડ જેટલી
થાય છે.અશરફખાન અગાઉ દિલ્હીમાં ૧૦ જેટલા વાહનોની ચોરીના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે
ઇરફાન પણ દિલ્હી પોલીસના અનેક ગુનામાં વોન્ટેડ હતો.
તેમની સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે.કારની ચોરી કર્યા બાદ
અન્ય રાજ્યમાં લઈ જઈને કારને હરાજીમાં વેચવાની છે તેમ કહીને ગ્રાહકોને વિશ્વાસમાં લેતા
હતા. બાદમાં ચેસીસ નંબર બદલવાની સાથે એન્જીન નંબરને પણ બદલતા હતા. ત્યારપછી અરુણાચલ પ્રદેશ ,આસામ, મેઘાલય સેવા રાજ્યોમાંથી
આરટીઓ પાસગ કરાવીને કારને વેચી દેતા હતા. આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની
શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
લાબાં સમય સુધી પાર્ક કરેલીં લક્ઝરી કારને ટારગેટ કરતા હતા
અમદાવાદ,
શુક્રવાર
કારની સિક્યોરીટી સિસ્ટમને ડીકોડ કરવા માટે આ ગેંગના કેટલાંક
સાગરિતોએ કોડીંગની વિશેષ તાલીમ લીધી હતી. બાદમાં લેપટોપમાં ડીકોડ મોટની ખાસ એપ્લીકેશન
ડાઉનલોડ કરીને ખુલ્લી જગ્યામાં લાંબા સમય સુધી પાર્ક થયેલી લક્ઝરી કારને ટારગેટ કરતા
હતા. જો કે ડીકોડીંગની આ પ્રક્રિયા લાંબી હોવાથી તે લાબાં સમય સુધી પાર્ક કરેલી પસંદ
કરતા હતા. આ મોડ્સ ઓપરેન્ડીથી અત્યાર સુધી
૫૦ થી વધુ ગાડીઓની ચોરી કર્યાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
સંપૂર્ણ ડેમેજ કારના એન્જીન અને ચેસીસ નંબરનો ઉપયોગ કરાતો હતો
અમદાવાદ,
શુક્રવાર
ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે તે સમગ્ર ભારતમાંથી
અકસ્માતમાં સંપૂર્ણ રીતે નુકશાન થનાર કારના એન્જીન અને ચેસીસ નંબરનો ઉપયોગ કરવામાં
આવતો હતો. જેના આધારે આરટીઓમાં ખોટી પાર્સિગ કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં આ
ગેંગ દ્વારા ૫૦૦થી વધુ કારની ચોરી કરવામાં આવી હતી.
કારને ડીકોડ કરીને બનાવટી ચાવી તૈયાર કરાતી હતી
અમદાવાદ,
શુક્રવાર
ડીકોડના એક્સપર્ટની મદદ લઇને કાર ચોરી કરતી ગેગ કાર પાસે લેપટોપ
લઇ જઇને કારના ઇલેક્ટ્રોનીક્સ કંટ્રોલ યુનિટ અને લેપટોપની ફ્રિક્વન્સી સેટ કરીને કારની ચાવી
તૈયાર કરવામાં આવતી હતી.