મેટ્રોના પાટા ફિટ કરવા ઉપયોગમાં લેવાતી લોખંડની 300 પ્લેટો ચોરાઇ

0

Updated: Sep 3rd, 2023


ગાંધીનગરમાં રાંદેસણ પાસે

૨૭૦૦ કિલોના રૃપિયા ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને પકડી પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર નજીક રાંદેસણ પાસેના મેટ્રો રેલના પાટા ફીટ કરવા
ઉપયોગમાં લગાવવામાં આવતી લોખંડની ૨.૪૦ લાખની કુલ ૨૭૦૦ કિલો વજનની ૩૦૦ નંગ બેઝ
પ્લેટો તસ્કરો ચોરી ગયા હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. જેના
પગલે એલસીબીએ તપાસ આદરી હતી અને ગણતરીના દિવસોમાં આ ત્રણ શખ્સોને પકડી પાડી
મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર-અમદાવાદ
વચ્ચે પુરજોશમાં કામ ચાલી રહ્યા છે. પાટા લગાવવાનું પણ કામ રાંદેસથી રાયસણ સુધી
પુર્ણ થઇ ગયું છે. ત્યારે આ પાટાના સપોર્ટ માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો
ચોરી થઇ હોવાનું એજન્સીના સુપરવાઇઝરના ધ્યાને આવતા સુપરવાઇઝર દ્વારા ઇન્ફોસિટી
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ પ્રમાણે
, ગત શનિવારે
મેટ્રો રેલના પાટા ખોલી પાટા નીચે સપોર્ટ માટે લગાવવામા આવતી ફાસ્ટીંગ સીસ્ટમની
લોખંડની ૩૦૦ જેટલી બેઝ પ્લેટ ખોલીને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી હતી અને રવિવારે
મજુરો નહીં હોવાથી અજાણ્યા શખ્સો દ્વારા આ ૨૭૦૦ કિલોની ૨.૪૦ લાખની પ્લેટો ચોરી
પલાયન થઇ ગયા હતા.

તે દરમ્યાન 
રક્ષાશક્તિ સર્કલથી ગુફ્ટસિટી વચ્ચે રામદેવનનગર ધોળાકુવા રોડની બાજુમાં
ત્રણ શખ્સો કારમાં લોખંડની પ્લેટો લઇને વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા એલસીબી
દ્વારા આ પ્લેટ લઇને કારમાં ફરતા રોહિત તરસીંગ ઠાકોર રહે. સેક્ટર-૫ સીએનજી પંપની
પાછના છાપરા
, રાયમલજી
રાણાડી ઠાકોર રહે. સે-૪ હડમતીયા પાસેના છાપરા અને લાદુરામ પ્રભુરામ ગુર્જર રહે.
સરગાસણને દબોચી દીધા હતા. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW