મી સ્ટોરની ફ્રેન્ચાઇઝી લેવાની લાલચમાં વડોદરાના ચાર વેપારીઓએ 4.41 કરોડ ગુમાવ્યા

Updated: Aug 13th, 2023
Image Source: Twitter
વડોદરા, તા. 13 ઓગષ્ટ 2023, રવિવાર
શહેરમાં અલગ અલગ સ્થળે મી સ્ટોરની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને હરિયાણાના દંપતિ દ્વારા ચાર વેપારીઓ પાસેથી 4.41 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે અંગે ડીસીબી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલો ગ્રાઉન્ડ નજીક જાયબર કોલોનીમાં રહેતા વિહંગ ચંદ્રવદનભાઈ પાઠક ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરે છે તેમજ વાઘોડિયા રોડ ઉપર અને માંજલપુર ખાતે મોર ઇઝી સ્ટોર પ્રાઇવેટ લિમિટેડની ધંધો શરૂ કર્યો છે. મોદી સ્ટોર એટલે કે મી સ્ટોરની જાહેરાતને ફેસબુક પર જોઈ હતી આ કંપનીના માલિક જોય ક્રિષ્ટીનો મોબાઈલ નંબર પણ હતો. તેથી મોબાઈલ ફોન પર વાતચીત કરી હતી ફ્રેન્ક વર્ઝનલની કંપનીના માલિક જોય ક્રિષ્ટીએ કહ્યું હતું એ ઘણી બધી કંપનીઓને આપવાની છે પછી વર્ષ 2001માં તેમણે વડોદરા માંજલપુર ખાતે આવેલા મી સ્ટોર (મોર ઇઝી સ્ટોર પ્રાઇવેટ લિમિટેડ )ની માહિતી આપી હતી અને તેના ડાયરેક્ટ હરકેશ કુમાર રાજપાલ દેશપાલ તથા તેમના પત્ની જ્યોતિ હરેશકુમાર દેશપાલ બંને રહેવાસી હરિયાણા હોવાનું જણાવ્યું હતું.
દંપતિનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમે આ કંપનીના ડાયરેક્ટરો છે જે જગ્યાએ સ્ટોર ખુલવાનો હોય તે જગ્યા તમારી હોય તો કંપની તમને ભાડું ચૂકવશે નહીંતર તમે જે જગ્યા બતાવશો તે જગ્યા પર કંપની ભાડું ચૂકવશે ફ્રેન્ચાઇઝી પેટે ત્રણ લાખ, જીએસટીના 54000 તમારે ચૂકવવાના રહેશે અને કંપનીના માલના વેચાણ પર પાંચ ટકા વળતર અને કુલ મોડી ના રોકાણ પર માસિક ત્રણ ટકા કંપની ચૂકવશે. આ ઉપરાંત લાઈટ બિલ સહકારી ટેક્સ પણ કંપની ચૂકવશે કંપનીના માણસો તો ચલાવશે તમે દિલ્હી આવીને આ સ્ટોર જોઈ શકો છો જેથી હું દિલ્હી ખાતે ગયો હતો ત્યાં સ્ટોર જોઈને આવ્યા પછી વાઘોડિયા રીંગરોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે નવા સ્ટોરના ઉદઘાટનમાં પણ ડાયરેક્ટ અમને આમંત્રણ આપ્યું હતું. જેથી હું ત્યાં ગયો હતો અને ફ્રેન્ચાઇઝી લેવાવાળા રાહુલ અરવિંદભાઈ અમીન સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ દંપતિ પર અમને વિશ્વાસ આવતા વૃંદાવન ચાર રસ્તા પાસે વૃંદાવન પ્લાઝા માં મી સ્ટોરની ફ્રેન્ચાઇઝી લેવા માટે કરાર કર્યો હતો ફ્રેન્ચાઇઝી લેવા માટે ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2022 સુધીમાં કુલ 52. 14 લાખ રૂપિયા મી સ્ટોર ના હરિયાણાના કરંટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને 27 ફેબ્રુઆરી 2022 રોજ સ્ટોર શરૂ થયો હતો જેનું નિયમ મુજબનું વળતર શરૂઆતમાં મળ્યું હતું ત્યારબાદ માંજલપુર વિસ્તારમાં પણ શરૂ કરવા માટે અમે એકાઉન્ટ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.આ સ્ટોર સપ્ટેમ્બર 2022 થી શરૂ કર્યો હતો.
આ સ્ટોર શરૂ કર્યા પછી સપ્ટેમ્બર 2022 થી મી સ્ટોર ના ડાયરેક્ટર દંપતિએ અમારી બંને પેઢીને ચૂકવવાની થતી વળતરની રકમ તેમજ જગ્યાના ભાડા ની રકમ ચૂકવી ન હતી જેથી અમે તેમની પાસે માગણી શરૂ કરતાં તેમણે ગલ્લા તલ્લા કર્યા હતા. કંપનીના ડાયરેક્ટર દંપતિએ અમારી પાસેથી 1.03 કરોડ રૂપિયા લઈને છેતરપિંડી કરી છે આ સિવાય રાહુલ અરવિંદભાઈ અમીન સાથે 72.17 લાખ ચિરાગ ચંદુભાઈ પટેલ પાસે 2.05 કરોડ પારસ અરવિંદ ઠક્કર સાથે 60.90 લાખની છેતરપિંડી સ્ટોર ના ડાયરેક્ટર દંપતીએ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને કરી છે.