બોટાદ જિલ્લામાં 99 જુગારી ઝબ્બે, 2 ફરાર

0

– સાતમ-આઠમના તહેવારમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી

– રોકડ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો, એક જુગારી પાસેથી દારૂની બોટલ મળી આવી

ભાવનગર : બોટાદ જિલ્લામાં સાતમ-આઠમના જન્માષ્ટમી પર્વે જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ બોટાદ, બોટાદ રૂરલ, પાળિયાદ, રાણપુર, ગઢડા અને બોટાદ એલસીબીની ટીમે દરોડા પાડી ત્રણ મહિલા સહિત ૧૦૨ જુગારીને ઝડપી લીધા હતા. જે પૈકીના એક જુગારી પાસેથી દારૂની બોટલ પણ મળી આવતા શખ્સ વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડામાં બે પત્તાપ્રેમી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

બોટાદ તાલુકો : બોટાદ પોલીસે બોટાદ શહેરની ટાઢાની વાડી પાસેથી સચીન કનુભાઈ બથવાર, મનીષ પરશોત્તમભાઈ સાગઠિયા, સુરેશ હીરાભાઈ હેડંભા, જીક્સ મેઘવંશી સુરેશભાઈ પરમાર, મેહુલ રમેશભાઈ પરમાર, કિશન રમેશભાઈ રાઠોડ અને પરેશ રમેશભાઈ રાઠોડને ઝડપી લીધા હતા. જ્યારે કનુ બથવાર નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસના દરોડામાં પરેશ રમેશભાઈ રાઠોડ પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવતા અલગથી ગુનો દાખલ કરાયો હતો. ભાવનગર રોડ પર દ્વારકાનગરી સોસાયટીમાંથી રાજેશ ભરતભાઈ કણજરિયા, દિનેશ ભરતભાઈ કણજરિયા, નિલેશ કાળુભાઈ કણજરિયા, હિતેશ કાળુભાઈ કણજરિયા તેમજ ભાંભણ રોડ પર ગણેશ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી મહેશ કેશુભાઈ રંગપરા, વિજય ઉર્ફે લાલો વિરમભાઈ તાવિયા, નવઘણ બીજલભાઈ જેજરિયા, રાઘવ હરજીભાઈ ડાભી તથા હિફલી વિસ્તાર, મહાકાળીનગરમાંથી કલ્પેશ અર્જુનભાઈ મકવાણા, મહેશ મનસુખભાઈ કણજરિયા, જયેશ બાબુભાઈ કાહોદરિયા, રાજુ ભગવાનજીભાઈ રજોડિયાને જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે તેજસ પીપળિયા નામનો શખ્સ નાસી ગયો હતો. હરણફુલ વિસ્તારમાં ખોડિયારનગરમાંથી ઘનશ્યામ મનજીભાઈ કુમરખાણિયા, ભરત ઉર્ફે જે.બી. લાલજીભાઈ અબાણિયા, વિકાસ કાંતિભાઈ પંચોળી, રોહિત રાજુભાઈ ચેખલિયા તેમજ સોની બજાર, વખારિયા ચોકમાંથી કમલેશ ઉર્ફે ઘુઘો ચતુરભાઈ પાટડિયા, અક્ષય પુનાભાઈ, રાજુ સાકરિયા, મનીષ દલસુખભાઈ અમદાવાદી, હર્ષદ અશોકભાઈ પરીખ તથા ગઢડા રોડ, સમર્થક સોસાયટીના ગેટ પાસેથી સરદારજી દલાજી રાઠોડ, રામાજી દાનાજી રાઠોડ, દેવરાજ કરમણભાઈ વાઘેલા, ગોવિંદ હનાભાઈ બોળિયા અને સિટીજનનગર, શેરી નં.૪માંથી ઘુઘા મોહનભાઈ ખીહડિયા, સંજય રમેશભાઈ પનારા, ભીખાભાઈ નાનજીભાઈ આકવ્યા, દિનેશ મેરામભાઈ આકવ્યા અને મુકેશ મેઘજીભાઈ સરકડિયા નામના જુગારીને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચે બોટાદ શહેરના ખસ રોડ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી આગળ વોંકળામાંથી હરેશ રમેશભાઈ પરમાર, અશોક નરોત્તમભાઈ ચાવડા, ધર્મેશ કલ્યાણભાઈ ચાવડા, રાહુલ જયંતીભાઈ લકુમ, મનીષ ચીમનભાઈ ચૌહાણ, જયેશ હરજીભાઈ ચાવડા, જયેશ રમેશભાઈ પરમાર અને કિશો ગણપતભાઈ કણજરિયા નામના આઠ જુગારીને પકડી પાડી બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બોટાદ રૂરલ પોલીસે રોહિશાળા ગામેથી વનરાજ રમેશભાઈ ગોહિલ, પરામ મોહનભાઈ સાથળિયા, રાકેશ ગભરૂભચાઈ કાવીઠિયા, પ્રકાશ ધીરૂભાઈ મીઠાપરા તેમજ લાઠીદડ ગામે પાડેલા ત્રણ દરોડામાં ધુડા ભુપતભાઈ વાઘેલા, કાળુ પોપટભાઈ વાઘેલા, ભુપત ઝવેરભાઈ વાઘેલા તથા વિજય પ્રભાતભાઈ ડણિયા, મહેન્દ્ર બળવંતભાઈ ડણિયા, રાજુ કાનજીભાઈ કણોરિયા, વિક્રમ લાભુભાઈ જંડાળિયા અને મહેશ ધીરૂભાઈ જાદવ, મનસુખ મનજીભાઈ અંબાણિયા, ભરત ધુડાભાઈ સારોલા અને નટુભાઈ કાળુભાઈ કંથડાયાને પકડી પાડયા હતા.

પાળિયાદ પોલીસે કાનિયાડ ગામેથી રાજેશ કાનજીભાઈ ચેખલિયા, મનોજ નાગજીભાઈ ચેખલિયા, જગા ઉર્ફે આકાશ દાનાભાઈ ચેખલિયા, વિપુલ બાજુભાઈ ચેખલિયા, સંજય ઉર્ફે કુબત જાદવભાઈ ચેખલિયા અને વિશાલ વિનુભાઈ ગોરાસ્વા તેમજ શિરવાણિયા ગામેથી હરેશ જેઠાભાઈ મેણિયા, વિજય ગોકુળભાઈ જમોડ અને વિનુ ગોરધનભાઈ બાવળિયા નામના ત્રણ શખ્સને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતા.

રાણપુર તાલુકો ઃ રાણપુર પોલીસે બરાનિયા ગામેથી શામજી હરીભાઈ બગોદરિયા, ગૌતમ નટવરભાઈ બગોદરિયા, મહેશ મેરૂભા બગોદરિયા, બીજલ સુખાભાઈ બગોદરિયા, રસિક સંજયભાઈ ખાવડિયા અને જગદીશ નરસિંહભાઈ મારૂ અને ખોખરનેશસ ગામેથી અજય ટાભજીભાઈ પરમાર, રાજુ ખોડાભાઈ રેથળિયા, નરોત્તમ ત્રિકમભાઈ ઘાઘરેટિયા, સુરેશ કાનજીભાઈ સાકળિયા, નિતેશ ગોવિંદભાઈ પરમાર અને રાહુલ જગદીશભાઈ કેરવાડિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઢડા તાલુકો ઃ ગઢડા પોલીસે બોડકી ગામે આવાધારના કાચા માર્ગે વાડી પાસેથી પિન્ટુ પાલાભાચઈ જાદવ, અશોકસિંહ હાલુભા રાણા, માત્રા ગોરાભાઈ મુંધવા, પ્રવીણ ઉર્ફે પરીંગો ભુપતભાઈ ઓળકિયા તેમજ પીપળિયા ગામેથી ગોપાલ દાનાભાઈ ધરોળિયા, ભીમજી વિનોદભાઈ સરવૈયા, પંકજ કાળુભાઈ ધરોળિયા, સુનિલ કાળુભાઈ ધરોળિયા, નરેશ કાળુભાઈ ધરોળિયા, પ્રકાશ કાળુભાઈ ધરોળિયા, અનિલ ચંદુભાઈ સોલંકી, વિનોદ ગોપાલભાઈ ધરોળિયા અને પોપટ હેમુભાઈ ધરોળિયા નામના પત્તાપ્રેમીઓને રોકડ, ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

ઢસા પોલીસે આજે શુક્રવારે ઢસા ગામે કોળીવાડા વિસ્તારમાં જુગારની બાજી માંડીને બેઠેલા જીતુબેન પ્રવીણભાઈ મીઠાપરા, કોમલબેન વિજયભાઈ દાસડિયા અને પાયલબેન જીતેન્દ્રભાઈ સોલંકી નામના ત્રણ મહિલા જુગારીને રોકડ સહિતના મુદ્દામાલ ઝડપી લીધા હતા.

બરવાળા તાલુકો : બરવાળા પોલીસે રામપરા ગામેથી પ્રદીપ ઉર્ફે પદુભા માવજીભાઈ છારોલા, ઘનશ્યામ નાનુભાઈ વડદરિયા, શ્યામજી માવજીભાઈ છારોલા, છના પરશોત્તમભાઈ વડદરિયા અને દિનેશ સત્તારભાઈ છારોલાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW