બોટાદમાં આર્મીના યુવકને આર્મીમેનએ ધમકી આપી

હાથઉછીના લીધેલા રૂપિયા પરત ન કરતા ઘરે આવ્યો
યુવાનનું આર્મીનું આઈકાર્ડ બળજબરીથી લઈ ગયો, પોલીસ ફરિયાદ
ભાવનગર: બોટાદમાં આર્મીના યુવાનને આર્મીમેન શખ્સે હાથઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી મામલે આઈકાર્ડ પડાવી લઈ મારી નાંખવા ધમકી આપી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના તુરખા રોડ, જલારામનગરમાં રહેતા અને આર્મીમાં નોકરી કરતા રાહુલભાઈ બળદેવભાઈ સાંકળિયા (ઉ.વ.૨૭)એ તેની સાથે ટ્રેઈનીંગમાં રહેતા આર્મીમેન મિત્ર કરણ જીવાભા સાદમિયા (રહે, ત્રંબોડા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર) પાસેથી અગાઉ હાથઉછીના પૈસા લીધા હોય, દરમિયાનમાં યુવાન રજા ઉપર પોતાના ઘરે આવ્યો હોય, ત્યારે કરણ સાદમિયાએ ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કરી ગાળો દઈ આર્મીનું આઈકાર્ડ બળજબરીથી પડાવી લઈ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે રાહુલભાઈ સાંકળિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.