બાંધકામ સાઈટ પર મિસ્ત્રી કામ કરતાં શખ્સે ફરવા માટે બાઈક ચોર્યા, ક્રાઈમ બ્રાંચે 12 વાહનો સાથે દબોચ્યો

0

આરોપીએ અમદાવાદ સહિત અડાલજ, મહેસાણા અને ગાંધીનગર તેમજ રાજસ્થાનના ફ્લોદી શહેરમાંથી વાહનો ચોર્યા હતાં

ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને શહેરમાં નોંધાયેલા 12 ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો

Updated: Sep 14th, 2023



અમદાવાદઃ શહેરમાં વાહનચોરીના અનેક કિસ્સાઓ નોંધાઈ રહ્યાં છે. અન્ય રાજ્યોમાંથી આવતી ગેંગો દ્વારા વાહન ચોરીના ગુનાને અંજામ અપતો હોવાનું તાજેતરમાં સામે આવ્યું હતું. ત્યારે અમદાવાદ સહિત અડાલજ, મહેસાણા અને ગાંધીનગર તેમજ રાજસ્થાનના ફ્લોદી શહેરમાંથી મોંઘા વાહનોની ચોરી કરતો આરોપી 4.85 લાખના વાહનો સાથે ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો છે અને વાહન ચોરીના 12 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. 

નવી બનતી ફ્લેટોની સ્કીમમાં પગાર ઉપર મિસ્ત્રી કામ કરતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. નવી બનતી ફ્લેટોની સ્કીમમાં પગાર ઉપર મિસ્ત્રી કામ કરે છે. તેનો મિત્ર હિંમતસિંહ હુકમસિંહ રૂપાવત રાજસ્થાનથી અમદાવાદ ખાતે ફરવા માટે આવ્યો હતો. પરંતુ અમદાવાદમાં ફરવા માટે આરોપી પાસે મોટર સાયકલ નહીં હોવાથી તેણે તથા તેના મિત્ર હિંમતસિંહ રૂપાવતએ ભેગા મળી એક ટુ વ્હિલરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. બંને જણાએ કારંજ વિસ્તારમાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ હતી. ત્યાર બાદ આ મોટર સાયકલમાં બંને જણા અમદાવાદ શહેરમાં ફર્યા હતાં અને તે મોટર સાયકલ હિંમતસિંહ રાજસ્થાન લઈ ગયો હતો. 

ફરવા માટે મોટર સાયકલ નહીં હોવાથી વાહન ચોરી ચાલુ કરી

હવે આરોપી દિનેશ પરિહાર પાસે ફરવા માટે મોટર સાયકલ નહીં હોવાથી તેણે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરના અડાલજ ખાતે અલગ અલગ જગ્યાઓથી વાહનો ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. તે વાહનનું લોક તોડીને પાસેના હાથા વાળા એલ.એન.કી. પાના વડે ચાલુ કરી અમદાવાદ શહેરમાં ફરવા માટે ઉપયોગ કરતો હતો. તેમજ રાજસ્થાન ખાતે તેના વતન જવા માટે પણ ઉપયોગ કરતો હતો. જ્યારે એક વાહનનો શોખ પુરો થઇ જાય ત્યારે તે વાહન કોઇ અજાણી જગ્યાએ પાર્ક કરી અન્ય વાહન ચોરી કરી તેનો ઉપયોગ કરતો હતો.

4.75 લાખની કિંમતની 12 મોટરસાયકલ કબજે કરાઈ

પોલીસે આરોપી દિનેશ પરિહારની ચાણક્યપુરીના ડમરૂ સર્કલ ખાતેથી ધરપકડ કરી છે. તેની પાસેથી રોયલ એન્ફિલ્ડ, હોન્ડા સાઈન બાઈક, સ્પ્લેન્ડર, પલ્સર સહિતની ચોરી કરેલી મોટર સાયકલ કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી સામે માધવપુરા, સોલા, કારંજ, ચાંદખેડા, અડાલજ, મહેસાણા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. ક્રાઈમ બ્રાંચે આરોપી દિનેશ પાસેથી 4.75 લાખની કિંમતની 12 મોટરસાયકલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW