ફર્ટિલાઇઝરના નિવૃત્ત મેનેજરને વેતન, ભથ્થા સહીત રૂ. 6.39 લાખની રકમ ચૂકવવા લેબરકોર્ટનો હુકમ

0

Updated: Aug 15th, 2023

image : Freepik

– અરજદારને સોસાયટીના નાણાંની ઉચાપત મામલે 1984માં સસ્પેન્ડ કર્યા હતા

વડોદરા,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર

ફર્ટિલાઇઝરના નિવૃત્ત મેનેજરએ વેતન, ભથ્થા ,બોનસની રકમ રૂ.13.36 મેળવવા લેબરકોર્ટમાં રિકવરી અરજ ગુજારી હતી. જે અરજનો 6 વર્ષે ચુકાદો આવતા અદાલતે અરજદારની અરજ ગ્રાહ્ય રાખી વેતન, ભથ્થા, બોનસની રકમ રૂ. 6.39 લાખ ચૂકવવા સામા પક્ષ જીએસએફસી કન્ઝ્યુમર્સ કો.ઓ.સો.લી.ને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારને 1984માં સસ્પેન્ડ કર્યા હતા. 

મળતી વિગતો પ્રમાણે, અરજદાર રમેશ મગનલાલ પટેલ (રહે- કૈલાશધામ સોસાયટી ,અભિલાષા ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા) એ લેબરકોર્ટમાં દાવો માંડ્યો હતો કે, અગાઉ રેફરન્સ કેસ ચાલી જતા નામદાર અદાલતે તેમાં એવોર્ડ કર્યો હતો. જેમાં અરજદારને સામા પક્ષ  જીએસએફસી કન્ઝ્યુમર્સ કો.ઓ.સો.લી. (ફર્ટિલાઇઝર નગર શોપિંગ સેન્ટર, ફર્ટિલાઇઝર નગર ,વડોદરા)ને તેમની મૂળ જગ્યાએ નોકરીમાં સાંતત્ય સાથે સળંગ નોકરી ગણી મળવાપાત્ર તમામ લાભો સાથે પડેલા દિવસોના 40 ટકા પગાર સહિત નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનું ઠરાવ્યું હતું. જે આધારે રૂ.13.36 લાખની રકમ અરજદારને બાકી નીકળે છે. જેથી આ રકમ અપવવા બાબતે અરજદારે  ઔદ્યોગિક વિવાદ ધારા 1947 કલમ 33સી/2 નાણા બાબતની રિકવરી અરજ ગુજારી હતી. જેની સુનાવણી હાથ ધરાતા અરજદાર તરફે યુનિયન પ્રતિનિધિ જયેશ વરિયા અને સામા પક્ષ તરફે પ્રતિનિધિ રજની સિંહએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ મજુર અદાલત નંબર ચાર પ્રમુખ અધિકારી નારાયણ લાલ શર્માએ અરજદારની રિકવરી અરજી મંજૂર કરી  હુકમ કર્યો હતો કે, પગાર – ભથ્થાની 40 ટકા રકમ રૂ.4.28 લાખ , પગાર – ભથ્થાની 100 ટકા રકમ રૂ.1.20 લાખ, બોનસ રૂ. 35,734 , હક રજાના રૂ. 55,830 , અરજી દાખલ થયેથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે અરજદારને છ ટકા લેખે સાદુ વ્યાજ અને રિકવરી અરજના ખર્ચ પેટે રૂ. 5 હજાર ચૂકવવા.

વાદી મેનેજર તરીકે નોકરી કરતા હોય નાણાં ઉચાપતની ફરિયાદ થઈ હતી

આ કામના વાદીને વર્ષ 1973 દરમિયાન પ્રતિવાદી સોસાયટીએ મેનેજર તરીકે સોસાયટીમાં નોકરી ઉપર રાખ્યા હતા. તે વખતે તેમનો પગાર માસિક રૂ. 350 હતો. તેમની સામે સોસાયટીના નાણાના ઉચાપતની ફરિયાદ થઈ હતી. અરજદાર વર્ષ 2006 માં નિવૃત્ત થયા હતા. જેથી સોસાયટીના એકાઉન્ટ પ્રમાણે 1983 થી  2006 સુધી અરજદારનો પગાર લાભો સાથે રૂ.5.84 લાખ થાય છે. જેના 40 ટકા ગણીને રૂ.2.33 લાખ અરજદારની લેણી રકમ નીકળતી હોવાની સામા પક્ષની દલીલો હતી.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW