પાટડી ભાજપમાં ભડકોઃ બે મહિલા સભ્યએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવા પ્રયાસ કર્યો

0

કચેરીમાં ધરણાં પર બેસીને મહિલા સભ્યએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

Updated: Sep 12th, 2023સુરેન્દ્રનગરઃ હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દાઓ પર વરણી કરવામાં આવી રહી છે. બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં સત્તા માટે પક્ષપલટા પણ થવા માંડ્યાં છે. ત્યારે પાટડીમાં નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપમાં ભડકો થયો હોવાની વિગતો સામે આવી છે. પાલિકાના હોદ્દેદારો માટે ભાજપે મેન્ડેટ આપ્યું હોવા છતાં બે મહિલાઓએ પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાવવા પ્રયત્ન કર્યો હતો. એક મહિલાએ પ્રાંત અધિકારીએ તેમને ફોર્મ ભરવાથી અળગા રાખ્યા હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

કારોબારી ચેરમેનપદ સ્વીકારવાનો ઈનકાર

પાટડીમાં ભાજપે ગીતાબેન વરસાણીને કારોબારી ચેરમેન બનાવ્યા હોવા છતાં તેમણે હોદ્દો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.પાલિકાના અઢી વર્ષની ટર્મ પુરી થતાં ભાજપ દ્વારા પાલિકાના પ્રમુખ તરીકે ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ તરીકે હિતેષ સોમનાથ રાવલ અને કારોબારી ચેરમેન તરીકે ગીતાબેન ભરતભાઈ વરસાણીની વરણી કરાઈ છે. જોકે ગીતાબેન વરસાણીએ કારોબારી ચેરમેનપદ સ્વીકારવાનો ઈનકાર કરી દેતાં ભાજપમાં ભડકો થયો હતો. 

ધરણાં પર બેસી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

ભાજપના મેન્ટેડમાં ગીતાબેનનું નામ કારોબારી ચેરમેન તરીકે લખાયું હતું. તે છતાંય તેમણે પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરવાનો પ્રયત્ન કરતાં ભાજપની શિસ્ત સામે સવાલો ઉભા થયા હતાં. ત્યાર બાદ ગીતાબેન સાથે અન્ય લોકો ધરણાં પર બેસી ગયા હતાં અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પાટડી શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, હવે પાર્ટી જે નિર્ણય કરે એ પ્રમાણે પ્રક્રિયા હાથ ધરાશે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW