પરિણીતાને બેશુધ્ધ કરીને અશ્લિલ ફોટા-વીડિયો ઉતારી વારંવાર દુષ્કર્મ

Updated: Aug 30th, 2023
વાંકાનેરમાં ઈકો કારચાલક સામે પોલીસ ફરિયાદ
રાજકોટ આવતી પરિણીતાને ઠંડાપીણામાં નશાયુક્ત પદાર્થ ભેળવીને પીવડાવ્યા બાદ આવાવરૂં જગ્યાએ લઈ જઈને જઘન્ય કૃત્ય આચર્યું
વાંકાનેર: વાંકાનેરમાં ઈકો કારના ચાલકે મુસાફર પરિણીતાને ઠંડાપીણામાં નશીલો પદાર્શ ભેળવી અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બેશુધ્ધ મહિલાના બિભત્સ ફોટા – વીડિયો ઉતારી લઈને બાદમાં વાયરલ કરવાની તેમજ પરિણીતા અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી રફીક ઈબ્રાહિમ શેખ (રહે. આરોગ્યનગર, વાંકાનેર) ઈકો કાર ચલાવે છે. પરિણીતા ઈમિટેશનનું કામ કરતી હોય, જેથી વાંકાનેરથી અવારનવાર રાજકોટ જવાનું થતું હતું. જેથી આરોપી રફીક શેખની ઈકોમાં રાજકોટ જતી હતી. તા.૧/૬/૨૩ થી તા.૨૫/૮/૨૩ દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
કારચાલક રફીકે પોતાનું નામ રવિ હોવાની ઓળખ આપી વાતચીત કરી ૩ માસ પૂર્વે ઠંડુ પીવડાવ્યું હતું. નશીલા દ્રવ્ય ભેળવેલ ઠંડુ પીવડાવી પરિણીતાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતા બેભાન થઈ ત્યારે બીભત્સ ફોટા – વીડિયો ઉતારી લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પરિણીતાનું શારીરિક શોષણ કરતો હતો. તેમજ પરિણીતા અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઈ છે. પોલીસે વિધર્મી યુવક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.