ધનાઢ્ય કરોડપતિ ગુજરાતી પરિવાર જે લગ્જરી લાઇફને ત્યાગીને બની ગયા ભિક્ષુ

Updated: Aug 21st, 2023
નવી દિલ્હી,તા. 21 ઓગસ્ટ 2023, સોમવાર
ગુજરાતના સૌથી સફળ હીરાના વેપારીઓમાંના એક દિપેશ શાહ પાસે કરોડોની સંપત્તિ છે અને તેઓ ખૂબ જ વૈભવી જીવન જીવતા હતા. જો કે, હવે આ ઉદ્યોગપતિ અને તેની પત્નીએ પોતાનો વ્યવસાય સમેટીને તપસ્વી જીવન જીવવાનું નક્કી કર્યું છે, જેના માટે તેઓ તેમની સંપત્તિનો ત્યાગ કરશે.
મહત્વનું છે કે, 12 વર્ષ પહેલા ગુજરાતના હીરાના વેપારીના પુત્રએ અને પુત્રીએ પણ સંસારની મોહમાયામાંથી ત્યાગ લઇ લીધો હતો.
વેપારી અને તેમના પત્નીએ ભૌતિક સંપત્તિ અને વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરીને, અન્ય સાધુઓ સાથે માઇલો ચાલીને તપસ્વી જીવન જીવવાનું નક્કી કર્યું છે. આવું જીવન જીવવાની તૈયારીમાં દિનેશ શાહ 350 કિમી ચાલી ચૂક્યા છે જ્યારે તેમની પત્ની પીકાએ મહિલા સાધુઓ સાથે 500 કિમીનું અંતર કાપ્યું છે.
-ગુજરાતના આ હીરા વેપારી અને તેમની પત્ની દર વર્ષે 15 કરોડ રૂપિયા કમાતા હતા.
-પુત્ર અને પુત્રીએ પણ સંન્યાસી જીવન પસંદ કર્યું
એક દાયકા પહેલા, વેપારીના પુત્ર ભાગ્યરત્ન અને તેની પુત્રીએ સંત જીવન જીવવાનું નક્કી કર્યું અને વિશાળ સંપત્તિનો ત્યાગ કર્યો હતો. હવે તેના માતા-પિતા દિપેશ અને પીકાએ પણ આવું જ જીવન પસંદ કર્યું છે. શાહના પુત્રએ દીક્ષા સમારોહ દરમિયાન ફરારીમાં સવારી કરી હતી, જ્યારે તેના માતા-પિતા જેગુઆરમાં મુસાફરી કરી હતી.