દેવી દેવતાઓને નીચા દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી દેખાડવાનો પ્રયાસ નહીં ચલાવાયઃ સંતોની ચીમકી

0

સાળંગપુરમાં ભીંતચિત્રો હટાવી લીધા પછી વિવાદનો અંત આવ્યા બાદ પણ સંતો નમતુ જોખવા તૈયાર નથી

લીમડીમાં સૌરાષ્ટ્ર પીઠ ખાતે સનાતની સંતો મહંતો અને અગ્રણીઓની બેઠકમાં કેટલાક મહત્વના ઠરાવો કરાયા

Updated: Sep 5th, 2023



અમદાવાદઃ સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગઈકાલે આ વિવાદોનો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે. ગઈકાલે મોડી રાતે મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા હતા. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ મામલે લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. આજે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. 

બેઠકમાં કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા

લીમડીમાં સૌરાષ્ટ્ર પીઠ ખાતે સનાતની સંતો મહંતો અને અગ્રણીઓની બેઠકમાં કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવો અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને જાણ કરવામાં આવી તાત્કાલિક પણે ઘટતું કરવા જણાવ્યું છે. સનાતન ધર્મના સંતો મહંતો સહિત રાજકારણીઓ તથા સામાજિક કાર્યકરોની મળેલી મિટિંગમાં સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ નહીં લગાડવા અને સર્વોપરી હોય તો તેનો ખુલાસો કરવા જણાવ્યું છે.આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતનની હિંદુ ધર્મ પ્રેમી પ્રજામાં શાંતિ ડહોળવા માટે જે પ્રયાસ થઈ ગયા છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રામભક્ત હનુમાનદાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરીને સનાતન ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની લાગણી દુભાવવાનું કૃત્ય કરાયું છે. તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો સહજાનંદ સ્વામીને પોતાના ઇષ્ટદેવ માનતા હોવાથી સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ જગ્યાએ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન નહીં કરવા પણ સ્પષ્ટ જણાવાયું છે.

હોદ્દા બરખાસ્ત કરવા પણ ચીમકી આપવામાં આવી

ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયોના વિવિધ શાસ્ત્રોમાં જે કોઈ જગ્યાએ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારાઇ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને જે કોઈ જગ્યાએ નીચા દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો જય હિન્દ પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા અને સનાતન ધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને એ હોદ્દા પરથી તત્કાલ ધોરણે રાજીનામાં લઈને જે હોદ્દા બરખાસ્ત કરવા પણ ચીમકી આપવામાં આવી છે. જ્યારે સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સાચા છે એવું કહીને સનાતન ધર્મની લીટી પોતાની લીટી મોટી કરવાના ક્યારેય નહીં કરવા ચીમકી ઉચ્ચારાઇ છે. 

સનાતની સંપ્રદાયના સાધુ સંતો મહંતોએ ઉગ્ર રજૂઆત કરી

આ બેઠકમાં ઉપસ્થિત સનાતની સંપ્રદાયના સાધુ સંતો મહંતોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે સનાતન ધર્મની જે જગ્યા સ્વામિનારાયણના સંતોએ કબજે કરેલી હોય એવી તમામ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ખાલી કરાવી શ્રી સરકારને પરત કરવી અથવા સનાતન ધર્મની સંસ્થાઓને સોંપી દેવા સ્પષ્ટ રીતે જણાવી દેવાયું છે. આ બેઠકમાં એવું પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને જણાવાયું છે કે સનાતન હિન્દુ દેવી-દેવતાઓના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાડવાની ક્યારેય ભૂલ કરવી નહીં આ ભૂલ નહીં પણ પરંતુ ઇરાદા પૂર્વકનું કૃત્ય છે.જોકે બેઠકમાં એવું પણ સનાતની સંતો મહંતોએ એક જ અવાજમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર કે સ્વામિનારાયણ ધર્મના યોજાયેલા મ્યુઝિયમમાં ચિત્ર પ્રદર્શન કે વિડીયો ફિલ્મોમાં ક્યાંય પણ હિન્દુ સનાતનની દેવી-દેવતા શ્રીરામ કૃષ્ણ, વિવિધ દેવીઓ, હનુમાનજી શિવ પાર્વતીના અપમાનજનક ચિત્રો કે ફિલ્મો બનાવી નહીં તેમ પણ જણાવ્યું હતું. 

તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા ચીમકી ઉચ્ચારાઇ

આવી જ રીતે સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે કાયદાકીય લડત માટે ડોક્ટર વસંતભાઈ પટેલની નિમણૂક કરવાનો પણ સામૂહિક રીતે વસંતભાઈ પટેલ નો પણ નિમણૂક કરવાનો પ્રસ્તાવ રજૂ કરાતા સનાતનની હિંદુ સંતો મહંતોએ સામૂહિક રીતે નિર્ણય કર્યો હતો.સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈપણ સંપ્રદાયના સાધુ સંતોને નીચા ગણતા નથી. માટે સ્વામિનારાયણ સંપ્રદાયન્સ પણ સાધુ સંત મહંતોએ કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીચા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરવાની પણ સનાતની ધર્મની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ દ્વારા સૌરક્ષણ સમિતિની રચના કરવી અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતોની નિમણૂક કરવાનો પણ ઠરાવ સર્વનું મતે મંજૂર કરાયો છે આ સમિતિ નો નિર્ણય જે કોઈ પણ બનાવે અંગે માન્ય ગણવા પણ સ્પષ્ટપણે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. નાથ સંપ્રદાયને લઈને સ્વામિનારાયણ વડતાલના સંતો મહંતો અને સાધુઓનો જે બફાટ થયો તે વિશે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા પણ ચીમકી ઉચ્ચારાઇ છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW