ઠગ બિલ્ડર મનિષ પટેલને રિમાન્ડ પર લઇ તપાસ કરતી પોલીસ

બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ પૈકી બે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે
Updated: Aug 6th, 2023
વડોદરા,બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગ બિલ્ડર મનિષ
પટેલ સામે નોંધાયેલા બે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસે આરોપીને
કોર્ટમાં રજૂ કરી આવતીકાલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
બિલ્ડર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયાર
નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાન તથા ઓફિસની સ્કીમ
મૂકી પેટે ગ્રાહકો પાસેથી રૃપિયા લઇ પઝેશન નહી ંઆપી છેતરપિંડી કરી
હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે નોંધાયેલી કુલ નવ ફરિયાદ પૈકી એક ફરિયાદ
કારેલીબાગ આનંદ નગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર લક્ષ્મી નારાયણ રમાશંકર શુક્લાએ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનિષ
મહેન્દ્રભાઈ પટેલ તથા તેની પત્ની રૃપલબેન ( બંને. રહે.સિલ્વર પાર્ક કરોડિયા રોડ
તથા સાઇન પ્લાઝા નટુભાઈ સર્કલ) નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, બિલ્ડરે મારી સાથે ૧૯.૨૧ લાખની
છેતરપિંડી કરી છે.
બીજી ફરિયાદ નરસિંહપુરા ગામે રહેતા ખેડૂત
નાનુભાઇ ગોવિંદભાઇ ભરવાડે ઠગ દંપતી સામે નોંધાવી હતી. જેમાં બિલ્ડરે ૨૧.૧૫ લાખ
પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બાપોદ પી.આઇ. સી.પી.વાઘેલાએ આરોપીને આજે
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર
કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પાસેથી રૃપિયા રિકવર કરવાના બાકી
છે. તેમજ તેની પત્નીને પકડવાની બાકી છે.
ભોગ બનનારની સંખ્યા વધી રહી છે.હજી તપાસ ચાલુ છે.