જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે પાંચ સ્થળે દરોડા: 8 મહિલા અને પુરુષો સહિત 25 પકડાયા

Updated: Aug 20th, 2023
Image Source: Freepik
જામનગર, તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે પાંચ સ્થળે દરોડા પાડ્યા છે, અને આઠ મહિલાઓ સહિત ૨૫ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગર પ્રથમ દરોડો રાજપાર્ક સોસાયટીમાં સાઇબાબા ના મંદિર પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં ગંજી પાનાવડે હારજીત નો જુગાર રમી રહેલી કિરણબેન પરેશભાઈ વાળા સહીત 8 મહિલા અને અબ્દુલ હારુનભાઈ બ્લોચ સહિત નવ શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
જુગાર અંગેનો બીજો દરોડો ત્રણ બત્તી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો જ્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા અસલમ ઉમરભાઈ દરજાદા ની અટકાયત કરી લીધી છે, જ્યારે તેની સાથે જુગાર રમી રહેલા આસિફ સત્તારભાઈ દરજાદા ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
જુગાર અંગે નો ત્રીજો દરોડો સોનલ નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કમલેશ કાયાભાઈ કારિયા સહીત આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગે નો ચોથો દરોડો જામજોધપુર ના ધરાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા રવિભાઈ ધીરુભાઈ સહિત પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગાર નો પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા રૂડાભાઈ લાખાભાઈ ભારાઈ સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ દરોડા સમયે ઈસાભાઈ ગોવાભાઇ અને સરમણ કાનાભાઈ પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી બંનેને ફરારી જાહેર કરાયા છે.