જામનગર મહાનગરપાલિકાના ફૂડવિભાગ દ્વારા પ્રદર્શન મેદાનના મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

– પ્રદર્શન મેદાનની બહાર ઉભા રહેતા અનેક ખાણીપીણીના વિક્રેતાઓ પાસેથી પણ 65 કિલો થી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
– જામનગર શહેરના સેન્ટ્રલ બેન્ક રોડ પરના એક ડઝનથી વધુ મીઠાઈ, ફરસાણના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરાયું
જામનગર,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન અવારનવાર ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ત્રણ ફૂડના સ્ટોલમાંથી અખાદ્ય પદાર્થ કબજે કરી લઈ તેનો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો હતો. તેમજ પ્રદર્શન મેદાનની બહાર ઉભેલા ફેરિયાઓ પાસેથી 60 કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના એક ડઝનથી વધુ મીઠાઈ, ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ કરી જરૂરી સૂચનો અપાયા હતા.
શ્રાવણ માસના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ, નમકીન વિક્રેતાઓને અલગ અલગ વિસ્તાર એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલી એચ.જે.વ્યાસ નામની પેઢી, ઉપરાંત ચંદુલાલ છોટાલાલ મીઠાઇવારા, ન્યુ જામ વિજય ફરસાણ, વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઇવાલા,દીલીપ ડેરી, શીખંડ સમ્રાટ, નવલભાઈ મીઠાઇવાલા, ત્રવાડી સ્વીટ, ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ, નવકાર સ્વીટ અને ફરસાણ, રવરાઈ સ્વીટ એન્ડ નમકીન વગેરેનો સમાવેશ થાય છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ થયેલ મેળામાં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન, ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ-૩ કિલો ગ્રેવી વાસી જણાતાં સ્થળ પર નાશ કરાવેલો છે. આશાપુરા પાઉંભાજીમાંથી 3 કિલો બોઈલ બટેટાવાસી જણાતા સ્થળ પર નાશકરાવેલો છે, જ્યારે ગુજરાત કચ્છી સ્નેક દાબેલીમાંથી 1 કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવાયો છે. તેમજ 8.9.2023 ના રોજ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર આવેલ કુલ 40 ખાદ્ય વિક્રેતાને ત્યાંથી 65 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવાયો છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરૂ થયેલ મેળા તથા નાગેશ્વર રંગમતી નદી પટમાં યોજાતા મેળામા તદન હંગામી રજીસ્ટ્રેશન/લાયસન્સ ની કુલ 24,900 ફીની વસુલાત કરી જે.એમ.સી.ની તિજોરીમાં જમાં કરાવી છે.