જામનગર પંથક માંથી નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો અવિરત ચાલુ

Updated: Sep 10th, 2023
– જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી નવજાત શિશુનો મૃતદેહ સાંપડ્યો: બાળકને ત્યજી દેનાર માતાની શોધ ખોળ
જામનગર, તા. 10 સપ્ટેમ્બર 2023, રવિવાર
જામનગર માંથી નવજાત શિશુ મળી આવવાનો સીલસીલો અવિરત ચાલુ રહ્યો છે. તાજેતરમાં જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ નવજાત શીશુ મળી આવ્યા પછી આજે જામનગર તાલુકા ના દરેડ ગામમાં અવાવરૂ સ્થળેથી એક નવજાતિ બાળક નો મૃતદેહ હાથ લાગ્યો છે. પોલીસે બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ શરૂ કરી છે.
જામનગર નજીક દરેડ ગામમાં એક અવાવરુ સ્થળે ઉકરડા માં નવજાત શિશુ મૃત હાલતમાં પડ્યું હોવાની માહિતી મળતાં પંચકોષી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવની જાણ થવાથી આસપાસના વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા. પોલીસે નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે કોઈ પ્રસુતા મહિલા કે જેણે પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ત્યજી દીધું હોવાથી બાળકને ત્યજી દેનાર માતાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.