જામનગર નજીક દરેડ ગોકુલધામ સોસાયટી વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો

Updated: Aug 6th, 2023
Image Source: Freepik
જામનગર, 06 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાંથી કોઈપણ પ્રકારની ડીગ્રી મેળવ્યા વિના બિન અધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દી સાથે ચેડાં કરી રહેલા એક બોગસ તબીબ ને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે.
ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતો અમિત શાંતિલાલ અગ્રાવત નામનો શખ્સ કે જે પોતાની પાસે કોઈપણ પ્રકારની મેડીક્લ પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે દવાખાનું ચલાવતો હતો, અને ગરીબ દર્દીઓને તપાસી તેને દવા આપી પૈસા ઉઘરાવી દર્દી સાથે ચેડાં કરી રહ્યા છે તેવી માહિતી જામનગરની એસો.જી. શાખાને મળી હતી.
જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ ગોકુલધામ સોસાયટીમાં પાડ્યો હતો. જ્યાં સુમિત અગ્રાવત નામનો શખ્સ પોતાના દવાખાનામાં દર્દી ને તપાસીને દવા આપી રહ્યો હતો. જેથી તેની પાસેથી તબીબી પ્રેક્ટિસ કરવા અંગે નુ સર્ટિફિકેટ માંગતાં પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી એસ.ઓ.જી. દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેના દવાખાનામાંથી એલોપેથી ને લગતી દવાઓ તથા મેડિકલને લગતા સાધનો વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.