જામનગર તાલુકાના સિક્કામાં જુગાર અંગે દરોડો: એક મહિલા સહિત નવ પકડાયા

Updated: Sep 19th, 2023
જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર તાલુકાના સિક્કામાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી એક મહિલા સહિત 6 જુગારીઓની અટકાયત કરી લીધી છે.
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા મનીષાબેન વિજયભાઈ ખાણીયા, ઉમેદ દિનેશભાઈ આહિર, સાહિલ મનસુખભાઈ મકવાણા, સબીર અબ્દુલભાઈ સુંભણીયા, રાકેશ ગોરધનભાઈ વાઘેલા, અને જયેશ ડાયાભાઈ રાઠોડ પાસેથી રૂપિયા 2310 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.