જામનગર જિલ્લાના ધ્રોળમાં એક મનરોગી શખ્સ વિફર્યો; એક કારનો કાચ તોડી નાખી કેટલાક ઘરો પર પથ્થર મારો કર્યો

Updated: Aug 6th, 2023
Image Source: Freepik
જામનગર, તા. 06 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગર જિલ્લાના ધ્રોળમાં એક મનરોગી શખ્સ વિફર્યો હતો, અને માર્ગ પર પાર્ક કરેલી એક કાર ના કાચ પર પથ્થર મારો કરી કાચ તોડી નાખ્યો હતો. જયારે પાસે જ આવેલા કેટલાક મકાનો પર પણ પથ્થર મારો કર્યો હોવાથી મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં વાણીયા ચોકમાં રહેતો આશિફ કાસમભાઈ બિનસિદિકી કે જે પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠો છે, અને છેલ્લા ચારેક વર્ષ થી હરતો ફરતો રહે છે.
જે ગઈકાલે એકાએક વિફર્યો હતો. અને મોચી બજાર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી તેજસભાઈ મુકંદરાય ફિચરિયાની કારમાં પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યો હતો, અને નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ તેણે આસપાસના રહેણાક મકાનો ઉપર પણ પથ્થરમારો કરી કેટલાક ઘરોને નુકસાની પહોંચાડી હતી.
જેથી તેને કાબૂમાં લેવા માટે આ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.