જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવાસમાં રહેતા 16 વર્ષના તરૂણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Sep 19th, 2023
જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગરમાં શરૂ સેક્શન રોડ નજીક આવેલા આઠ માળીયા આવાસના બીલ્ડીંગમાં ડી-2-805 માં રહેતા 16 વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર અગમના કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા આઠ માળીયા આવાસના બ્લોક નંબર 805 માં રહેતા રોહન સુરેશભાઈ પરમાર નામના તરુણે ગઈ કાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા સુરેશભાઈ કલાભાઈ પરમારએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહીતની કાર્યવાહી હાથ ધરી છે.