જામનગરમાં મયુરનગર આવાસમાં રહેતી મહિલા પોતાની 12 વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ

Updated: Aug 26th, 2023
જામનગર,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
જામનગરમાં મયુર નગર આવાસમાં રહેતી એક પરણીતા પોતાની બાર વર્ષની પુત્રી સાથે એકાએક લાપતા બની ગઈ છે. ઘરકામ બાબતે માતાએ ઠપકો આપ્યો હોવાથી તેણી એકાએક ગાયબ થઈ છે. જેને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં મયુર નગર આવાસના બ્લોક નંબર 24 રૂમ નંબર 15 માં રહેતી ઝરીનાબેન અશરફભાઈ બાબવાણી નામની 54 વર્ષીય મહિલાએ પોતાની પુત્રી રેશ્માબેન અશરફભાઈ બાબવાણી પોતાની 12 વર્ષથી પુત્રી મહેક અશોકભાઈ ડાંગર સાથે એકા એક લાપતા બની ગઈ છે. જેનો અનેક સ્થળે શોધ્યા પછી પણ કોઈ પતો સાંપડ્યો ન હતો. તેણીને ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું સીટી સી. ડિવિઝન પોલીસમાં જાહેર કરાયું છે.
ઉપરોક્ત ગુમ થનાર માતા-પુત્રી વિશે કોઈને જાણકારી હોય તો તેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.