જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા દલિત યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

Updated: Sep 10th, 2023
– સામા પક્ષે આરોપીએ પણ પોતાના પર દલિત યુવાને માથામાં સોડા બાટલી વડે હુમલો કર્યા ની વળતી ફરિયાદ
જામનગર, તા. 10 સપ્ટેમ્બર 2023, રવિવાર
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર જુની અદાવતના કારણે બે શખ્સોએ કોઇતા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જ્યારે સામા પક્ષે હુમલાખોરે પોતાના માથામાં સોડા બાટલીનો પ્રહાર કરવા અંગે દલિત યુવાન સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ભીમ વાસ શેરી નંબર- બે માં રહેતા પરેશ ઉર્ફે ભટુ કિશોરભાઈ પરમાર નામના 30 વર્ષના દલિત યુવાને પોતાના પર ત્રણ દિવસ પહેલા સામું જોવાની જૂની અદાવતનો ખાર રાખીને હુસેન સલીમભાઈ સંઘાર તેમજ સલીમ સંઘાર નામના પિતા પુત્ર સામે પોતાના ઉપર કોઇતા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સામા પક્ષે હુસેન સલીમભાઈ સંઘારે પણ પોતાના ઉપર માથાના સોડા બાટલી નો ઘા મારી ઇજા પહોંચાડવા અંગે પરેશ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સીટી બી. ડિવિઝન પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.