જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને લોન ભરપાઈ નહી કરવા બદલ એક વર્ષની જેલ અને દંડની સજા

0

Updated: Aug 12th, 2023

image : Freepik

જામનગર,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલની સજા અને રૂ.204755ની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને જામનગરના રહેવાસી કુલદીપ શ્યામકિશોર મિશ્રાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ- 138 અન્વયે  આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો. 

કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255(2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને   આરોપીને 1 (એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.204755/- નો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW