જામનગરના હત્યા કેસના આરોપીએ પેરોલ ઝમ્પ કરીને ભાગી છુટ્યા પછી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે મોરબીમાંથી ઝડપી લીધો

Updated: Sep 19th, 2023
image : Freepik
જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક આરોપીએ પેરોલ ઝમ્પ કરીને ભાગી છૂટ્યા પછી વોચ ગોઠવી તેને મોરબીમાંથી ઝડપી લીધો છે અને ફરી જેલ હવાલે કર્યો છે.
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2019 ની સાલમાં હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો, જેમાં બેડી ઈદ મસ્જિદ પાસે રહેતા જિલ્લાની ઈલ્યાસ ઝેડાની અટકાયત કરી લઈ જેલહવાલે કરાયો હતો. જે આરોપી તારીખ 16 જાન્યુઆરી 2023 ના દિને જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયો હતો, અને ફરીથી અદાલત સમક્ષ હાજર થયો ન હતો.
છેલ્લા નવ મહિનાથી આરોપી પેરોલ જમ્પ કરીને ક્યાંક છુપાયો હોવાથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે એક્સનમાં આવી તેને શોધવા માટેની જાળ બિછાવી હતી, અને મોરબીમાંથી તેને ઝડપી લીધો હતો. જેને જામનગર લઈ આવ્યા પછી ફરીથી જેલમાં ધકેલી દેવાયો છે.