જામનગરના કાલાવડમાં જુગારની પ્રવૃત્તિ ચલાવનાર સામે પાસાનું શાસ્ત્ર ઉગવામાં આવ્યું: અમદાવાદની જેલમાં ધકેલાયો

0

Updated: Sep 14th, 2023

જામનગર,તા.14 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતો એક શખ્સ કે જે જુગાર ગેમ્બલિંગની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે, જેના પર જિલ્લા સમાહર્તા દ્વારા પાષાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને એલસીબીની ટીમ દ્વારા તેની પાષા હેઠળ અટકાયત કરી લઇ અમદાવાદની જેલમાં ધકેલી દેવાયો છે.

કાલાવડમાં ભગવતી પરા વિસ્તારમાં રહેતો મનીષ રમણીકલાલ સખીયા નામનો શખ્સ કે જે જુગારની પ્રવૃત્તિ ચલાવે છે, જે ગેમ્બલિંગની પ્રવૃત્તિ ચલાવનાર શખ્સ સામે જિલ્લા પોલીસવડા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટરમાં મોકલવામાં આવી હતી, અને તેના પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

 તેથી એસ.પી સૂચનાથી એલસીબીની ટીમે મનીષ સખીયાની પાસા હેઠળ અટકાયત કરી લીધી છે, અને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયો છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW