જામનગરના એસ.ટી. ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા: માત્ર સાત દિવસમાં રેકોર્ડબ્રેક 1 કરોડ 12 લાખની આવક થઈ

0

Updated: Sep 12th, 2023


– જામનગરના એસટી ડેપોના ઇતિહાસ પણ માત્ર એક જ દિવસમાં સોમવારે રેકોર્ડ બ્રેક 20 લાખની આવક થઈ 

જામનગર,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર

જામનગરના એસ.ટી. ડિવિઝનને જન્માષ્ટમીનું પર્વ ફળ્યું છે, અને અત્યાર સુધીના ઇતિહાસમાં એક માત્ર જામનગરના એસ.ટી. ડેપોને સાત દિવસના સમયગાળા દરમિયાન 1 કરોડ 12 લાખની જંગી આવક થઈ છે. જે દિવસો દરમિયાન 59,000 થી વધુ મુસાફરોની હેરાફેરી થઈ હતી, અને 87 થી વધુ બસના રૂટો પ્રતિદિન દોડાવાયા હતા.સાથો સાથ ગઈ કાલે સોમવારે રેકોર્ડ બ્રેક એક જ દિવસની 20 લાખ રૂપિયાની જંગી આવક થઈ છે. જે પણ જામનગરના ડેપો માટે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. 

જામનગરના એસ.ટી. ડેપો પર હાલમાં પ્રતિદિન 87 બસના રૂટ દોડાવાય છે. જામનગર થી રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, જુનાગઢ, દ્વારકા સહિતના રૂટ ઉપર બસો દોડી રહી છે, જ્યારે પ્રતિદિન તહેવારને અનુલક્ષીને 11 થી વધુ રૂટ દોડાવવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો સાતમ- આઠમ સહિતના તહેવારો દરમિયાન જામનગરના એસ.ટી. ડેપોને કુલ 1 કરોડ 12 લાખની જંગી આવક થઈ છે. તે જામનગરના એસ.ટી. ડેપો માટે નવો એક કીર્તિમાન સ્થાપિત થયો છે. 

એક સપ્તાહ દરમિયાન કુલ 59252 મુસાફરોએ એસ.ટી. બસનો લાભ લીધો હતો, અને જન્માષ્ટમીનું પર્વ જામનગરના એસટી ડેપોને ફળ્યું છે. આ ઉપરાંત એક જ દિવસમાં સૌથી વધુ રકમની આવકની ગણતરી કરવામાં આવે તો જામનગરમાં ગઈકાલે 11 સપ્ટેમ્બરને સોમવારના દિવસે 20 લાખની આવક થઈ છે. તે પ્રતિદિનના સરેરાશ આવક કરતાં બમણી છે, અને તે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. ગઈકાલે એક જ દિવસમાં 13512 મુસાફરોએ જામનગરના એસટી ડેપો પરથી પ્રવાસ કર્યો છે, અને સૌથી વધુ આવક વાળો દિવસ રહયો છે. જામનગરના એસટી ડેપો પરથી બસના પ્રત્યેક રૂટને સમયસર દોડાવવામાં આવ્યા હતા, અને મુસાફરોને પણ સંપૂર્ણપણે સારી સુવિધા પ્રાપ્ત કરાવવામાં આવી હતી. અને કોઈપણ પ્રકારની અગવડ ન પડે, અથવા તો ગીરદી ના થાય, અને મુસાફરો પરેશાન ન થાય તેની સમગ્ર તકેદારી રાખવામાં આવી હતી. જેનો સંપૂર્ણ શ્રેય એસ.ટી. ડિવિઝનના તમામ ડ્રાઇવર-કંડકટર અને મિકેનિકલ સ્ટાફને જાય છે. જે તમામ સ્ટાફને જામનગરના એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક બી.સી.જાડેજા તેમજ જામનગરના ડેપો મેનેજર નિશાંત બી.વરમોરા દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW