જામનગરના એક વયોવૃદ્ધ સાથે રૂપિયા 27 લાખની છેતરપિંડી: પિતા પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ

Updated: Aug 20th, 2023
Image Source: Freepik
– સરદાર પાર્ક વિસ્તારમાં મકાન બનાવીને આપવા ના બદલે પૈસા મેળવી લઇ મકાન નહીં આપી હાથ ખંખેરી લીધા ની ફરિયાદ
જામનગર, તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર
જામનગરમાં સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા 64 વર્ષીય બુઝુર્ગે પોતાની સાથે રૂપિયા 27 લાખ ની છેતરપિંડી કરવા અંગે ભીમવાસ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર સહિતના ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.નવા મકાનનું બાંધકામ કરી આપવાના બહાને 27 લાખ રૂપિયા ની રકમ પડાવી લીધા પછી મકાન કે દસ્તાવેજ કરી નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચર્ચા જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરિભાઈ રામાભાઈ ચાવડા નામના ૬૪ વર્ષ ના બુઝુર્ગે પોતાની પાસેથી 27 લાખની રોકડ રકમ મેળવી લઇ મકાન કે તેના દસ્તાવેજ નહીં કરી આપી વિશ્વાસઘાત અને ચેતરપીંડી કરવા અંગે ભીમવાસ વિસ્તારમાં રહેતા ભાવેશ ડાયાભાઈ રાઠોડ, શૈલેષ રાઠોડ અને ડાયાભાઈ રામજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીને સરદાર પાર્ક-4 તરીકે ઓળખાતી જગ્યામાં સબ પ્લોટ નંબર 9/3 વાળી જમીનમાં રહેણાક મકાનની જગ્યા આવેલી છે, જેમાં 928 ચોરસ ફૂટ ઉપર બાંધકામ કરીને તૈયાર મકાન આપવા માટેના સોદો કર્યો હતો, અને 37 લાખ રૂપિયા મેળવી લીધા હતા. જે રકમ મેળવ્યા બાદ ત્રણેય આરોપીઓએ મકાન આપ્યું ન હતું તેમ જ પૈસા પચાવી પાડ્યા હોવાથી તેઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.