ગુજરાત વિધાનસભા 13મી સપ્ટેમ્બરથી પેપરલેસ બનશે, એપ્લિકેશનથી સત્રની કામગીરી ચાલશે

0

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે NEVAની ચાર દિવસીય તાલીમ વર્કશોપ શરૂ

Updated: Aug 29th, 2023અમદાવાદઃ વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું છે. આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 

તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની  ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે. 

NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ 

વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા નવતર પહેલ કરવા જઇ રહી છે. આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરાયેલી ટેબલેટની ઝડપી ખરીદી સહિતની કામગીરી બદલ આભાર વ્યક્ત કરી અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાના અધિકારી તથા કર્મચારીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW