ગુજરાતમાં ભારે વરસાદને કારણે 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવે સહિત 117 રસ્તાઓ બંધ

0અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. બીજી તરફ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓનું ધોવાણ થયું છે. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાથી રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર પહોંચી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 177 રસ્તાઓ બંધ થયા છે. જેમાં 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. આ સાથે પંચાયત હસ્તકના 152 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. કચ્છ, છોટાઉદેપુર, ભરુચમાં એક-એક હાઈવે બંધ કરાયા છે. સૌથી વધુ ભરુચ જિલ્લામાં 69 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલમાં 22, વડોદરા જિલ્લાના 20 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 

12444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા 

રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી કુલ 12444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. 

10 વાગ્યા સુધીમાં 85 તાલુકાઓમાં મેઘમહેર 

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે. આગામી બે દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં છે. સવારે 10 વાગ્યા સુધીમાં 85 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ કચ્છના રાપરમાં ચાર ઈંચ, મોરબીમાં અઢી ઈંચ અને માળિયામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર,  રાજકોટ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW