ગુજરાતમાં પૂર્વ મંજુરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે કાર્યવાહી થશે,સરકારની હાઈકોર્ટમાં કબૂલાત

0

લોકોને હેરાનગતિ થાય તે રીતે થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે અંકુશ મુકવામાં આવશે

Updated: Sep 4th, 2023

અમદાવાદઃ ગુજરાતમાં ઘ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીનો સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું હતું કે, કોઈપણ પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. દરેક ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો સમાન રીતે લાગુ પડશે. લોકોને હેરાનગતિ થાય તે રીતે થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ સામે અંકુશ મુકવામાં આવશે. 

રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે

ગુજરાતમાં સામાજિક પ્રસંગો, રાજકીય મેળાવડા કે પછી ધાર્મિક પ્રસંગોમાં ડીજે અને મોટા લાઉડ સ્પીકરોનો કોઈપણ પ્રકારના નીતિ નિયમો વિના ઉપયોગ થતાં ધ્વનિ પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી લોકોમાં ભારે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી મ્યુઝિક સિસ્ટમને કારણે  બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છે. આ મુદ્દે હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. 

ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી

રાજ્યમાં અગાઉ ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. આ મામલે એડવોકેટ જનરલે પણ આ પ્રકારના પ્રદૂષણને એક સમસ્યા ગણાવી હતી. કોર્ટમાં અરજદાર દ્વારા રિજોઈન્ડર દાખલ કરીને સૂચનો અપાયા હતાં. જેમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે તંત્ર સાથે લોકજાગૃતિ પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. અરજદારે  GPCB ના જાહેરનામા મુજબ લાઉડ સ્પીકરના અવાજની લિમીટ લગાવવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW