કેન્દ્ર સરકારે કિડની ડાયાલિસિસના ચાર્જમાં ઘટાડો કરી દેતા વિવાદ : તા.14 થી 16 નેફ્રોલોજીસ્ટ દર્દીઓનું ડાયાલિસિસ નહીં કરે

Updated: Aug 12th, 2023
image : Freepik
વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર
દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય સુવિધા હેઠળ જુદી જુદી સગવડો મળતી હોય છે જે પૈકી કિડનીના દર્દીઓને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એક અઠવાડિયામાં જરૂરી ત્રણ વખત કિડનીનું તદ્દન ફ્રી ડાયાલિસિસ થતું હતું પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કિડની ડાયાલિસિસના ચાર્જીસમાં ધરખમ ઘટાડો કરી દેતા તેના વિરોધમાં ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા આગામી તા.14 થી 16 ઓગસ્ટ સુધી કિડનીના કોઈપણ દર્દીનું ડાયાલિસિસ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિડની ડાયાલિસિસ મોટેભાગે ખાનગી હોસ્પિટલોમાં જ કરાવવા કિડનીના દર્દીઓ ઇચ્છતા હોય છે જોકે આ અંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય સુવિધા હેઠળ ડાયાલિસિસ ના ચાર્જીસ વધારવા બાબતે ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કિડનીના દર્દીની બંને કિડની ફેલ થતા દર્દીને અઠવાડિયામાં ત્રણ વખત ફરજિયાત ડાયાલિસિસ કરાવવું પડે છે દર્દીની કિડની નું ટ્રાન્સલેટ ના થાય ત્યાં સુધી દર્દીને જિંદગીભર ડાયાલિસિસ કરાવવું પડે છે જોકે જે દર્દીઓ પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય સુવિધાનું કાર્ડ કે પછી મા કાર્ડ હોય તેવા દર્દીઓ કિડનીનો ડાયાલિસિસ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવતા હોય છે.
ગયા જુલાઈ મહિનામાં આ યોજનામાં
ડાયાલિસિસના પેકેજના ચાર્જમાં મોટો ઘટાડો થવાથી ડાયાલિસિસના દર્દીઓને આ યોજનામાં ડાયાલિસિસ કરાવવામાં મુશ્કેલીઓ સર્જાય એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના ડોક્ટરોએ સરકાર અને પ્રધાનમંત્રી યોજના ના ઉપરી અધિકારીઓને ડાયરી પેકેજમાં યોગ્ય વધારો કરવા માટે વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી તેઓનો ને કોઈ પ્રકારનો સહકાર મળ્યો ન હતો. આથી આગામી તા.14, 15 અને 16 ઓગસ્ટ અને ત્રણ દિવસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ ડાયાલિસિસ કરશે નહિ એવું ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે અને જો પેકેજમાં વધારો નહીં થાય તો ના છૂટતો હોસ્પિટલમાં આ યોજના હેઠળ ડાયાલિસિસ બંધ કરવા ની ફરજ પડશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પરંતુ સરકારી હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટની દેખરેખ થતું નહીં હોવાની શક્યતા છે જેથી દર્દીના જીવનું કેટલીક વાર જોખમ ઊભું થવાની શક્યતા નકારી શકાતી નથી.
આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ત્વરિત ગતિએ લાવવા અને કિડનીના દર્દીઓ અંગે ત્વરીત યોગ્ય નિર્ણય લેવા બાબતે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે.