કાસેઝના વેપારીને ધાક ધમકી આપી એક લાખ પડાવી લેવાયાઃ ખંડણીની ફરિયાદ

– ‘ધંધો કરવો હોય તો રૃપિયા આપવા પડશે
– ખંડણી માંગી માલ ખરીદવા દબાણ કર્યું : વેપારીના પિતાને માર મરાયો, પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા
Updated: Aug 20th, 2023
ગાંધીધામ, તા. ૧૯
કાસેઝના એક કાપડના વેપારી પાસેથી ખંડણી માંગી ધાક-ધમકી કરાઇ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. માલ ખરીદવા દબાણ કરી વેપારીના પિતાને છરી બતાવી માર મારી ધમકીઓ આપવામાં આવતા મામલો પોલીસ માથકે પહોંચ્યો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ૩ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
બનાવ અંગે અંગત સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કાસેઝમાં વેસ્ટ કપડાનો વ્યવસાય કરતાં એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, મૂળ હરિયાણા અને હાલે ગાંધીધામમાં રહેતા આરોપી અફરોઝ સૈફૂદ્દીન અન્સારી, સિકંદર અને સુલેમાનખાને આયોજનબદ્ધ રીતે મંડળી રચી ફરિયાદી જે અલગ અલગ કંપનીમાં વેસ્ટ કાપડની ખરીદી કરતા હતા તેમાં તેમની ખરીદી બંધ કરાવી આરોપી અફરોઝ પાસેાથી જ માલ ખરીદી કરવા ધાક-ધમકી કરવામાં આવી હતી. ઉપરાંત આરોપી પાસે એક મશીન ખરીદવા બજાર ભાવ કરતાં વાધુ ભાવે ખરીદી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જે મુજબ ફરિયાદીએ ન કરતાં ગાંધીધામમાં ધંધો કરવો હોય તો રૃપિયા આપવા જ પડશે તેવું કહી બળજબરીથી રૃ. ૧ લાખ કઢાવી લીધા હતા. જે બાદ પણ ફરીયાદીને હેરાન કરવા અજાણ્યા ઈસમોથી રેકી કરાવી તે અજાણ્યા ઈસમોએ ફરીયાદીના પિતાને છરી બતાવી માર માર્યો હતો. જે અંગે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અફરોઝ વર્ષ ૨૦૧૬માં એક હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. તેમજ અગાઉ વર્ષ ૨૦૨૦-૨૧માં ધાક-ધમકી કરી હોવાની ફરિયાદ પણ તેના પર નોંધાયેલી છે. આ ઘટના ખૂબ સંવેદનશીલ છે. જેાથી પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદને સંવેદનશીલ શ્રેણીમાં મૂકવામાં આવી હતી. તો બીજી તરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે આરોપીઓની અટક કરી લેતા ફરિયાદી વેપારીએ રાહતનો શ્વાસ લીધો હતો.