કાચો માર્ગ ધોવાયો: નર્મદામાં ભારે વરસાદને પગલે ચિનકુવા ગામના મુખ્ય રસ્તાનું ધોવાણ થતા અવરજવર બંધ થઇ; આજ સાંજ સુધી રસ્તો બની જશે – દર્શના દેશમુખ

- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Main Road In Chinkuwa Village Washed Away Following Heavy Rains In Narmada; By This Evening The Road Will Be Made Darshana Deshmukh
નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક
માંડણ ગામથી 4 કિમિ ડુંગર ચઢી જે કાચા માર્ગ થી લોકો ગામમાં જતા હતા તે જ રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો.

ગરુડેશ્વર તાલુકાના માંડણથી ચિનકુવા ગામે જવાનો માર્ગ ચોમાસામાં વધુ વરસાદને કારણે ધોવાઈ ગયો. જેથી ગામના લોકોની અવર જવર બંધ થઇ જતા મુશ્કેલી સર્જાઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માંડણ ગામથી ઉતરી કેવડિયા કે રાજપીપળા આવે પરંતુ રસ્તા ના અભાવે કેવી રીતે આવે તે પ્રશ્ન સર્જાયો છે. છતાં કેટલાક સાહસી યુવાનો જીવન જરૂરી વસ્તુઓ લાવવા જોખમ ખેડીને પણ બજારમાં આવવા મજબૂર બન્યા છે.

માંડણ ગામનું એક ફળિયું ગણાતું ચિનકુવા 100થી વધુ ઘરો અને 500થી વધુ વસ્તી હોય ચિનકુવા એક ગામ બન્યું છે. માંડણ ગામથી 4 કિમિ ઉંચા ડુંગર ચઢીને ચિનકુવા જવાય છે. સામાન્ય માણસોથી ચઢવું મુશ્કેલ છે, ત્યારે ગામમાં રસ્તાના અભાવે કોઈ પાયાની સુવિધાઓ પહોંચતી નથી.

શાળા કાચા મકાનમાં ભાડાંથી ચાલતી, પાણીની વ્યવસ્થા કે આરોગ્યની વ્યવસ્થા નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી ગ્રામજનો એ જાતે રસ્તો બનાવ્યો. નરેગામાં થોડો રસ્તો બનાવ્યો અને તંત્ર દ્વારા જરૂર જણાઈ ત્યાં JCB લગાવી સરખો કરી અવર જવર થઇ શકે એવો રસ્તો બનાવ્યો.

નવી સ્કૂલ બની, પાણી પુરવઠા વિભાગે પાણીની વ્યવસ્થા કરી હેન્ડ પમ્પ બોર ખોદ્યા, નાંદોદ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ પ્રમુખ સહિત આગેવાનો ગામમાં પહોંચી સુવિધાઓ પહોંચાડી પરંતુ રસ્તો હજુ નવો પાકો બન્યો નથી. જે બનાવવાનું વચન આપવામાં આવ્યું છે.
છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદ ને પગલે માંડણ ગામનો રસ્તો એકદમ ધોવાઈ ગયો છે અને અવાર જવર પણ બંધ થઇ છે. ત્યારે હવે ગ્રામજનોને જીવન જરૂરી વસ્તુઓ માટે અવાર જવર કરવી પડે એ જીવન જોખમે કરી રહ્યા છે. તો કેટલાક પરિવારો રૂખીસુખી ખાઈને હાલ દિવસો વિતાવી રહ્યા છે. આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તો ચિનકુવાના લોકો અવાર જવર કરી શકે.
આ બાબતે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ જણાવ્યું કે રસ્તાની ફરિયાદ મળી છે. માર્ગ મકાન વિભાગને રસ્તો હાલ બનાવવા જણાવેલ છે. માટી મેટલથી રસ્તો બનાવી મુખ્ય રસ્તા સાથે આજ સાંજ સુધી જોડી દેવામાં આવશે.