કલોલના બોરીસણા ગામમાં છ જુગારીઓ ઝડપાયા,બે નાસી છૂટયા

0

Updated: Sep 3rd, 2023


કલોલ પંથકમાં જુગારીઓ બેફામ બન્યા

પોલીસે રોડક અને મોબાઈલ સહીત કુલ રૃપિયા ૩૫,૪૦૦નો મુદ્દામાલ
જપ્ત કર્યો

કલોલ :  કલોલ  તાલુકાના
બોરીસણા ગામમાં જુગાર રમતા છ લોકોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. બે  ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રેડ
પાડી ૧૩
,૪૦૦
રૃપિયા રોકડા તેમજ ચાર મોબાઈલ મળીને કુલ રૃપિયા ૩૫
,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ તાલુકા અને શહેરમાં જુગારીઓ બેફામ બન્યા છે. કલોલ પાસે
આવેલ બોરીસણા ગામના તળાવ પાસે જુગાર રમાય છે તેવી તાલુકા પોલીસેને બાતમી મળી હતી.
પોલીસ બાતમીને આધારે સ્થળ પર પહોંચી અને જગ્યા કોર્ડન કરી લીધી હતી. પોલીસે જુગાર
રમતા છ લોકોને ઝડપી પાડયા હતા જ્યારે બે જુગારીઓ નાસી છૂટયા હતા.

પોલીસે સુરેશ કાળાજી ઠાકોર,આકાશ અજમલજી ઠાકોર,મહેશ
ભરતજી ઠાકોર
,રણજીતજી
પ્રહલાદજી ઠાકોર
,રમતુજી
શકરાજી ઠાકોર અને દશરથ અમરતજી ઠાકોર
,
જશુજી રમતુજી ઠાકોર અને બલાજી ભલાજી ઠાકોર તમામ રહે.બોરીસણા વિરુદ્ધ ગુનો દાખલ
કર્યો હતો. રેડ દરમિયાન ૧૩
,૪૦૦
રૃપિયા રોકડા તેમજ રૃપિયા ૨૨
,૦૦૦ની
કિંમતના ચાર મોબાઇલ સહિત કુલ ૩૫
,૪૦૦
રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી
જુગારીઓ બેફામ બની ગયા છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW