કરિયાણાની ગુજરાતની ડિલરશીપ લેવા જતાં વેપારીએ 47.50 લાખ ખોયાં

Updated: Sep 3rd, 2023
પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ
ઓરિસ્સાના શખ્સે નાણાં મેળવી લીધા પછી માલ મોકલ્યો નહીં અને
પૈસા પર માંગતા આપેલા ચેક રીટર્ન થતાં ફોન ઉપાડવાનું બંધ કર્યું
ગાંધીનગર : ગુજરાત આખાની કરિયાણાની ડિલરશીપ આપવા માટે નોટરી રૃબરૃ કરાર
કરીને રૃપિયા ૪૭.૫૦ લાખ મેળવ્યા બાદ ઓરિસ્સાના શખ્સે માલ નહીં મોકલીને અને નાણાં
પરત માંગ્યા ત્યારે આપેલા ઓછી રકમના બે ચેક બેંકમાંથી રિટર્ન થતાં વિશ્વાસઘાત અને
છેતરપિંડીનો ભોગ બનેલા ગાંધીનગરના ઉનાવા ગામના રહિશ તથા માણસા, વિજાપુર રોડ પર
કરિયાણાનો મોલ ધરાવતા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પેથાપુર પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે
ગાંધીનગરના ઉનાવા ગામે સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા પરેશભાઈ કેશવલાલ પટેલ દ્વારા
ઉપરોક્ત ફરિયાદ નોંધાવવામાં આવી છે . તેમાં જણાવ્યા પ્રમાણે તેઓ તેમના બનેવી
સંજયભાઈ રતીભાઈ પટેલ સાથે ભાગીદારીમાં નીલકંઠ એન્ટરપ્રાઇઝ નામે કરીયાણાનો મોટો મોલ
ધરાવે છે. ઉપરાંત ડી.ડી. મોલ નામથી કરીયાણાનો રીટેઇલ વેપાર પણ કરે છે. મોલ માટે
કરીયાણું ખરીદવા તેઓ જુદી જુદી કંપનીઓ સાથે સંપર્ક કરતા હતાં. દરમિયાન તેમને
કરીયાણાની સપ્લાય કરતાં વેપારી મિત્ર અમદાવાદના ભાવેશભાઇ શાહે લાયરબર્ડ
ઇલેકટ્રોનિક ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ નામની ઓરિસ્સાની કંપનીને ગુજરાતમાં
કરીયાણાની ડીલરશીપ આપવાની હોવાની વાત કરતાં પરેશભાઈએ વર્ષ ૨૦૨૨ના મે મહિનામાં કંપનીના
સંચાલક હાલમાં ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં બાલાજી અગોરા ફ્લેટમાં રહેતા સુશીલ
ઓમપ્રકાશ કપુરનો સંપર્ક કર્યો હતો. ત્યારે સુનિલે બેઠક યોજીને તેની દિકરીના નામની
ઉપરોક્ત કંપનીના નામે રૃપિયા ૫૦ લાખ ચેકથી અથવા આરટીજીએસથી પેમેન્ટ કરવા જણાવ્યુ
હતું.
દરમિયાન સુનિલ દર વખતે પરેશભાઈને પૈસા પછી જ આખા ગુજરાતની
કરીયાણાની ડીલરશીપ આપશે તેમ જણાવતો હતાં અને રૃપિયા ૫૦ના સ્ટેમ્પ ઉપર નોટરી
રૃબરૃમાં જુન મહિનામાં કરાર કર્યો હતો. જના પગલે પરેશભાઈએ રૃપિયા ૪૭.૫૦ લાખની રકમ
જુદી જુદી તારીખે સુનીલને ટ્રાન્સ્ફર કર્યા
હતા. પરંતુ કંપનીમાંથી કોઈ માલ સામાન મોકલ્યો ન હતો. સમય વિતતા થાકેલા
પરેશભાઈએ રૃપિયા પરત માંગતા સુનિલ કપૂરે તેના દીકરા રિશી મારફત રૃપિયા ૨૦ લાખ અને
૨૨.૫૦ લાખના બે ચેક આપ્યા હતાં. બેંકમાંથી રીટર્ન થયા હતાં અને સુનીલે મોબાઇલ
ઉપાડવાનું બંધ કરી દેતા ફરિયાદ નોંધાવાઇ હતી.