કંથારપુર વડ ખાતે ભૂગર્ભમાં 22 ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્ર બનાવાશે

Updated: Aug 15th, 2023
૯.૭૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરાયા
વાવ પ્રકારના બાંધકામની ૬૯ ટકા કામગીરી પૂર્ણ : આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર ડેવલોપ કરાશે ઃ નવે.૨૦૨૪માં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે
ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી ૨૨
ફૂટ નીચે બનનારું આ કેન્દ્ર આધ્યાત્મિક સાધનામાં રૃચિ ધરાવતા સાધકો માટે મહત્વનું
સ્થળ બની રહેશે. આ પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓને માનસિક-શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય
તે હેતુથી અહીં આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર
પણ બનશે.કંથારપુર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં પુર્ણ કરી દેવાશે.
લોકકથા મુજબ આ વડ ૫૦૦ વર્ષ જુનો છે. કંથારપુર મહાકાળી વડ
તરીકે જાણીતા બનેલા આ વડને ‘મીની
કબીરવડ‘ના નામે
પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે વર્ષ ૨૦૦૬માં પ્રવાસન સ્થળની યાદીમાં સમાવેશ
કર્યો હતો. ગુજરાત સરકારે મે-૨૦૨૧માં આશરે રૃ. ૧૫ કરોડના બજેટની જોગવાઈ સાથે
કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રકલ્પને વધુ ગતિશીલ બનાવ્યો. પ્રોજેક્ટ અંગે વિગતે
વાત કરતાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે જણાવ્યું હતું કે,
કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં
રૃા. ૯.૭૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. અહીં વાવ(સ્ટેપવેલ)
પ્રકારના બાંધકામની ૬૯ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં સંકુલમાં
ધ્યાન અને યોગ કેન્દ્ર, આયુર્વેદિક
ઉપચાર કેન્દ્ર, સંગ્રહાલય, પાથ-વે, લેડસ્કેપિંગ જેવી
સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે.આગામી તબક્કામાં મંદિરનું રિનોવેશન, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, લીફ્ટ તેમ જ
બ્યુટિફિકેશનના કાર્ય હાથ ધરાશે. આ સંકુલને માત્ર ધામક પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક
કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં વિશેષ પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ધરતીના
પેટાળમાં ૨૨ ફૂટ ઉંડે અહીં ધ્યાન યોગ કેન્દ્ર બનાવવામાં આવનાર છે. અ સમગ્ર
પ્રોજેક્ટ નવેમ્બર ૨૦૨૪માં પુર્ણ થશે.