ઓસવાલ ભવનમાં ઊભી કરાઈ હોસ્પિટલ: રાજસ્થાન હોસ્પિટલમાં આગ બાદ ખસેડાયેલા દર્દીઓને ભવનમાં નીચે સુવડાવવા પડ્યા, દવા-ઇન્જેક્શનની વ્યવસ્થા કરી સારવાર અપાઇ

0
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After The Fire In The Rajasthan Hospital, The Patients Who Were Shifted Had To Be Put Down, The Doctors Treated Them By Arranging Medicine injections

અમદાવાદએક કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

  • કૉપી લિંક

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કુલ 106 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં અને નજીકમાં આવેલા ઓસવાલ ભવનમાં ખસેડવામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા જે ઓસવાલ ભવનમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા તે જગ્યાનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓને બીજા માળે આવેલા હોલમાં નીચે સુવડાવવામાં આવ્યા હતા. નીચેના ભાગે દર્દીઓને સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. ઓસવાલ ભવનમાં જ આખી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે.

દર્દીઓની નીચે સુવડાવીને સારવાર કરાઈ
દિવ્ય ભાસ્કર દ્વારા ઓસવાલ ભવનમાં રાખેલા દર્દીઓની પરિસ્થિતિ અને સમગ્ર સારવાર અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર માટે અલગ અલગ રૂમો અને હોલમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓસવાલ ભવનના તમામ રૂમો ખોલી દેવામાં આવ્યા હતા અને રૂમમાં દર્દીઓને રાખવામાં આવ્યા હતા. જ્યારે ભવનના બીજા માળે હોલ આવેલો છે. જે હોલમાં 40 જેટલા દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. હોલમાં જ અલગ અલગ દવાઓ અને ઇન્જેક્શનો વગેરેની વ્યવસ્થા કરી ડોક્ટર દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

એક દર્દીને તો લોબીમાં સારવાર અપાઈ
ઓસવાલ ભવનના નીચેના માળે પણ મોટો હોલ આવેલો છે. પરંતુ ત્યાં આજે કોઈ કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી દર્દીઓને બીજા માળે ઉપર લઇ જવા પડ્યા હતા. દરેક દર્દીને સીડી અથવા તો લિફ્ટ વડે ઉપર લઇ જવામાં આવ્યા હતા. પહેલા માળે આવેલા 20 જેટલા રૂમોમાં દર્દીઓને રાખવામાં આવ્યા છે. દર્દીઓની પરિસ્થિતિ એટલી વિકટ બની ગઇ હતી કે, તેમનાં સગાઓને હાથમાં ગ્લુકોઝના બાટલા રાખવા પડ્યા. એક દર્દીને તો બહાર લોબીમાં પણ સારવાર આપવાની ફરજ પડી હતી. લોબીમાં બહાર ગાદલું નાખીને દર્દીને બેસાડવામાં આવ્યો હતો. ઓસવાલ ભવનમાં જેટલા પણ રૂમ અને હોલ આવેલા હતા તેમાં દર્દીઓને રાખવામાં આવ્યા હતા.

કેટલાક દર્દીઓ રજા લઇ અન્ય હોસ્પિટલ પહોંચ્યા
આગ લાગતા રાજસ્થાન હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓને ઓસવાલ ભવનમાં ખસેડવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક દર્દીઓ તો રાજસ્થાન હોસ્પિટલમાંથી રજા લઇને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા રહ્યા હતા. યોગ્ય સારવાર પોતાના દર્દીને મળી રહે તેના માટે કેટલાક દર્દીઓ ઓસવાલ ભવનમાંથી રજા લઇને નજીકની હોસ્પિટલ અથવા તો અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચી રહ્યા છે. આ મામલે દર્દીઓનાં સગાં સાથે વાતચીત કરવાનો ભાસ્કર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ કોઈ વાતચીત કરવા તૈયાર નહોતા.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW