એડવોકેટ અને તેમના પિતાને શખ્સોની મારી નાંખવા ધમકી

0

Updated: Aug 26th, 2023

– અમે ભાજપના છીએ પોલીસ અમારૂ કાંઈ બગાડી નહીં લે…

– વોટ્સએપ ગુ્રપમાં ભૂલથી પોસ્ટ ફોરવર્ડ થયા બાદ માફી માંગી છતાં શખ્સો ઉકળ્યા

ભાવનગર : ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા એડવોકેટના પિતાથી ભૂલથી વોટ્સએપ ગુ્રપમાં એક પોસ્ટ ફોરવર્ડ થઈ જતાં ગુ્રપના સભ્યો અને રાજકીય વગ ધરાવતા શખ્સોએ વૃધ્ધ અને તેમના એડવોકેટ પુત્રને બેફામ ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાનવાડી, ટોલીફોન એક્સચેન્જની બાજુમાં, અષ્ટવિનાયક કોમ્પલેક્ષ, ત્રીજો માળ, બ્લોક નં.ડી/૩૦૮માં રહેતા એડવોકેટ હિરેનકુમાર વિનયકુમાર બધેકા (ઉ.વ.૪૧)એ નિલગમબા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા જેઓ શાળાના નિવૃત્ત શિક્ષક છે, તેમનાથી ગત તા.૧૪-૭ના રોજ વર્તમાન સમયની પરિસ્થિતિને કટાક્ષ કરતી એક પોસ્ટ આવી હોય, જે પોસ્ટને તેમણે વલ્લભી હિતરક્ષક સમિતિ નામના વોટ્સએપ ગુ્રપમાં શરતચુકથી ફોરવર્ડ કરી હતી. જે ધ્યાન પર આવતા તેમણે તુરંત જ પોસ્ટ ડિલિટ ફોર એવરીવન કરી દીધી હતી. પરંતુ તેના પહેલા ગુ્રપના કેટલાક સભ્યોએ તે પોસ્ટ જોઈ લીધી હોય, જેથી વિનયકુમાર બધેકાને તમારી જાત બતાવો છો, બીજીવાર ભૂલ ન થાય તેમ કહીં ગુનાહિત ધમકી અને અપમાનિત કરતા શબ્દો વલ્લભી હિતરક્ષક સમિતિ નામના ગુ્રપમાં પોસ્ટ કર્યા બાદ મોબાઈલ ફોન ઉપર નામ પૂંછી ગાળો દઈ પોસ્ટ સબંધની દા રાખી ધમકી આપી સોરી કેવડાવતા મેસેજ કરવા બળજબરીથી ફરજ પાડી હતી. ત્યારબાદ ગત તા.૧૫-૭ના રોજ આ શખ્સોએ પાનવાડી, ટેલીફોન એક્સચેન્જ ઓફિસ પાસે રૂબરૂ આવી ગાળો દઈ અમે ભાજપના છીએ પોલીસ અમારૂ કાંઈ બગાડી નહીં લે તેમ કહીં જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે એડવોકેટ હિરેનકુમાર બધેકાએ મોબાઈલ નંબર ૭૫૭૨૯૦૩૨૨૨, ૯૭૨૫૯૩૭૦૭૦, ૯૭૨૫૯૩૭૦૯૦ અને વલ્લભી હિત રક્ષક સમિતિ નામના ગુ્રપના એકથી ત્રણના નામવાળા સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW