આણંદ હની ટ્રેપ કેસ : કલેક્ટરને ફસાવવા ઉપયોગ કરેલી હાર્ડડિસ્ક કેનાલમાંથી મળી, પુરાવાઓ નષ્ટ કરવાનો પ્રયત્ન

0

LCBની ટીમે તરવૈયાઓની મદદથી સંદેસર પાસેની નહેરમાં નાખેલી હાર્ડડિસ્ક કબજે કરી

આરોપીઓ દ્વારા પુરાવાઓ નષ્ટ કરવાનો પ્રયાસ, ઓટો મોબાઈલ્સ ગેરેજ પર પણ તપાસ હાથ ધરાઈ

Updated: Aug 21st, 2023

આણંદ કલેકટર કચેરીમાં સ્પાઈ કેમ લગાવીને કલેકટર ડી.એસ.ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા મામલે આણંદ LCBને 48 કલાકના રિમાન્ડ મળ્યા છે ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી એકબાદ એક નવા ખુલાસાઓ સામે આવ્યા છે. ઘટનાના રિકન્સ્ટ્રેશન દરમિયાન કલેકટર કચેરી ખાતેથી 2 cpu અને 1 લેપટોપ રિકવર કર્યા હતા અને ત્યારબાદ આરોપીઓ દ્વારા જે જગ્યા પર પુરાવાઓ નષ્ટ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો તે આણંદના લાંભવેલ રોડ પર ઝાઇડ્સ હોસ્પીટલ સામે આવેલ એક ખાનગી નિશા ઓટો મોબાઈલ્સ ગેરેજ પર આણંદ SP અને LCBની ટીમે FSLની મદદથી તપાસ હાથ ધરી હતી.

સંદેસર પાસેની નહેરમાંથી હાર્ડડિસ્ક બહાર કઢાઈ

આરોપીઓએ નાશ કરેલ પુરાવાઓના અવશેષો રિકવર કરી FSLને સોંપાયા હતા. LCBને તપાસ અર્થે મળેલા 48 કલાકના રિમાન્ડમાં એકબાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આજે સવારે ષડયંત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલી હાર્ડડિસ્કનો નાશ કરી સંદેસર પાસેની નહેરમાં નાખી દેવામાં આવેલી હોવાની માહિતીના આધારે આજે LCBની ટીમે તરવૈયાઓની મદદથી નષ્ટ કરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો.

જે.ડી.પટેલના ઘરે પહોંચી આણંદ પોલીસ

ષડયંત્ર રચનાર એડિશનલ કલેકટર કેતકી વ્યાસના ઈશારે કલેકટરને હનીટ્રેપમાં ફસાવનાર નાયબ મામલતદાર જે.ડી.પટેલના ઘરે આજે આણંદ પોલીસની તપાસ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જે.ડી.પટેલ બાકરોલ કરમસદ રોડ પર આવેલ શાલિગ્રામ ગ્રીનસમાં આવેલ 101 નંબરના બંગલામાં રહેતો હતો જે બંગલો તેના પત્ની વૃશાખા જે.પટેલના નામે હોવાની પણ માહિતી મળી રહી છે.

કલેકટર કચેરીમાં 7 વર્ષથી કામ કરે છે જે.ડી.પટેલ

સમગ્ર મામલે હાલ તો પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી રહી છે. જે.ડી. છેલ્લા 7 વર્ષથી એક જ ટેબલ પર એટલે કે કલેકટર કચેરીમાં જ જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી હતી. જોકે હવે સમગ્ર મામલે હવે તેના કાર્યકાળ દરમિયાનની કામગીરી અંગે જો ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW