અમરેલી // ના સાજીયાવદર / વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સહિતનાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી

0

“મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”

અમરેલીના સાજીયાવદર ખાતે મારી માટીમારો દેશ

‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ સંપન્ન

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ શિલાફલકમનું અનાવરણ કર્યુ

વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સહિતનાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી

વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર

નિવૃત્ત ફૌજી શ્રી હરેશભાઈ ધાધલનું સન્માન

 

અમરેલી તા.૧૦ ઓગસ્ટ૨૦૨૩ (ગુરુવાર) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલી તાલુકાના સાજીયાવદર ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ સંપન્ન થયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. સૌ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના નિવૃત્ત ફૌજી શ્રી હરેશભાઈ ધાધલનું સન્માન કરવામાં આવ્યું હતુ, તેમના સન્માનની સાથે સૌએ દેશના વીર-વીરાંગનાઓને વંદન કરી રાષ્ટ્ર પ્રત્યેના તેમના કાર્યો માટે કૃતજ્ઞતા અનુભવી હતી.

 

     દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી આ મહા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતના ગામડાઓમાં અંદાજે દોઢ કરોડ લોકો જોડાશે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧૦ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. દેશના ૨.૫ લાખથી વધુ ગામોની માટી દિલ્હી ખાતે લઈ જઈને વીર-વીરાંગનાઓના સન્માનમાં અને વંદન અર્થે ભવ્ય અને દિવ્ય અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે.  આવો સૌ સાથે મળીને વીર – વીરાંગનાઓના સન્માનમાં હાથમાં દીવો લઈ અથવા વૃક્ષારોપણ કરી કે પછી માટી હાથમાં લઈને પોતાની સેલ્ફી ક્લિક કરી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરીને આ કાર્યક્રમમાં સહભાગી બનીએ.

 

 

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW