અમરેલી / નાની કુંકાવાવ ખાતે રુ.૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પુલનું લોકાર્પણ

“મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”
—
આ અભિયાન આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર
સૌ વીર-વીરાંગનાઓને યાદ કરવાનો શુભ અવસર છે
– નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા
—
અમરેલીના નાની કુંકાવાવ પ્રાથમિક શાળા ખાતે
‘મારી માટી, મારો દેશ‘ ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ સંપન્ન
—
શિલાફલકમનું અનાવરણઃ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી
—
વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતરઃ
ગામના નિવૃત્ત ફૌજી શ્રી કાનજીભાઈ સરવૈયાનું સન્માન
—
નાની કુંકાવાવ ખાતે રુ.૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પુલનું લોકાર્પણ
અમરેલી તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૩ (ગુરુવાર) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ,૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલીના નાની કુંકાવાવ પ્રાથમિક શાળા ખાતે “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ સંપન્ન થયો હતો.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગામના નિવૃત્ત ફૌજી શ્રી કાનજીભાઈ સરવૈયાનું સન્માન કરીને સૌએ દેશના વીર-વીરાંગનાઓને વંદન કર્યા હતા. કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ ધારાસભ્યશ્રી વેકરિયાના હસ્તે નાની કુંકાવાવ ખાતે જિલ્લા પંચાયત, ૧૫મા નાણાપંચ અનુદાન અંતર્ગત રુ.૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ કાર્યક્રમે સંબોધન કરતા જણાવ્યુ કે, “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” અભિયાન આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર સૌ વીર-વીરાંગનાઓને યાદ કરવાનો શુભ અવસર છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યુ કે, ભારતના તમામ સૈનિકો રાત દિવસ તમામ ઋતુમાં દેશની સેવા કરી રહ્યા છે, આપણે સૌ નાગરિકોએ તેમના સન્માનમાં આગળ આવીને આ મહા અભિયાનમાં ઉત્સાહથી જોડાવું જોઈએ.
“મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમમાં નાની કુંકાવાવ સરપંચશ્રી શોભાબેન ઢોલરીયા, તલાટી મંત્રી શ્રી ઠુંમર અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.