અમદાવાદ : ફ્લાઈટની ટિકિટ બુક કરી 7.35 લાખની છેતરપિંડી આચરનાર વેબસાઈટ હેકરની હરિયાણાથી ધરપકડ

0

યુટ્યૂબનો વીડિયો દ્વારા હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સીના માલિકને લગાવ્યો ચૂનો

વેબસાઈટ હેક કરી ઓનલાઇન ટિકિટ બુક કરી છેતરપિંડી આચરી

Updated: Aug 22nd, 2023

અમદાવાદ, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરી 7.35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર શખસની હરિયાણાથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ અમર જગદીશ નાયક છે. ભેજાબાજ અમરે ટ્રાવેલ્સ કંપનીના વેપારીની વેબસાઈટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ, હોટલ બુકીંગ, બસ બુકિંગ મોબાઇલ રિચાર્જ બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચરનું ઓનલાઈન બુકિંગ કરી 7.35 લાખની છેતરપિંડી આચરી હતી. 21 વર્ષના આ હેકર્સએ  વેબસાઈટ હેક કરીને ઓનલાઈન બુકિંગ કરીને કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જમા કરતો અને બાકીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતો હતો. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે.

હેકર્સે આવી રીતે આચર્યો ગુનો

પકડાયેલ આરોપી અમર નાયક માત્ર ધો.12 સુધીનું અભ્યાસ કર્યો છે. આરોપીએ પોતાના મોજ શોખ પૂરા કરવા યુટ્યુબ પર વેબસાઈટ હેક કરવાના વિડિઓ જોઈને હેકર્સ બન્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોની વેબસાઈટ હેક કરીને લાખો રૂપિયાની છેતરપીંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી જે કંપનીની વેબસાઈટ નબળી હોય તેને ટ્રાગેટ કરીને હેક કરતો હતો. આ હેકર્સ વેબસાઈટ હેક કરીને તેમાં બગ્સ ફિક્સ કરી બાદમાં વેબસાઈટને બ્રિચ કરતો હતો અને ત્યારબાદ હોટલ બુકીંગ એર ટિકિટ બુકીંગ તેમજ ઓનલાઇન શોપિંગ કરીને વેબસાઈટના સંચાલકના ખાતામાં જે-તે વેન્ડરનું પૂરું પેમેન્ટ ચુકવણી થાય અને  વેબસાઈટના સંચાલકની જે રકમ મળવી જોઈએ જેના બદલે એક કે બે રૂપિયા જેવી મામુલી રકમ મળે તેવું હેક કરેલ સિસ્ટમ સેટિંગ કરી છેતરપિંડી આચરતો હતો. એટલું જ નહીં જે-તે કસ્ટમર પાસેથી આ નાણાં મેળવીને પોતે કમાણી કરતો હતો. સાયબર ક્રાઇમે આરોપીએ ઉપયોગમાં લીધેલા જુદા જુદા ડિવાઇસ જપ્ત કર્યા છે .

આરોપી સામે છેડતી અને છેતરપિંડીના પણ ગુના

પકડાયેલ આરોપી વિરુદ્ધ હરિયાણામાં છેડતી અને છેતરપિંડીના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં  ખુલ્યું છે. લોકો સાથે ઠગાઈ કરનાર આ હેકર્સ એક ટ્રાવેલ્સની વેબસાઈટ હેક કરીને દિલ્હીની ટિકિટ બુકિંગ કરીને દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાં હોટલ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ હોટલના માલિકને શંકા જતા બુકિંગ કેન્સલ કરતા તેને ફૂટપાથ પર રાત પસાર કરવી પડી હતી અને ત્યારે તેનો મોબાઈલ ચોરી થઈ જતા તેને હેકિંગ બંધ કર્યું હતું. જોકે તેણે ફરી આ ધંધો શરૂ કરીને અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે. હાલમાં સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ફ્લાઇટ અને હોટલ બુકિંગ કરાવતા લોકોના ડેટા મેળવીને તેમની સંડોવણીને લઈને તપાસ શરૂ કરી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW