અમદાવાદમાં AMCના ઉચ્ચ અધિકારીનું ખોટુ ફેસબુક આઈડી બનાવી 57 હજાર રૂપિયાનો ફ્રોડ કર્યો

0

ફરિયાદીએ વારંવાર ફેસબુક સર્ચ કરતા તેમના નામ તથા ફોટાવાળા બીજા પાંચ આઇ.ડી મળ્યા હતાં

Updated: Sep 15th, 2023અમદાવાદઃ રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધવા માંડી છે. તાજેતરમાં જ IPS હસમુખ પટેલનું ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર પોલીસ વિભાગમાં આ મુદ્દે પરિપત્ર કરીને બ્લુ ટીક મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. હવે અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્રરનું ખોટું ફેસબુક આઈડી બનાવીને 57 હજાર રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. 

ફેસબુકમાં ફરિયાદ કરીને આઇ.ડી બંધ કરાવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આજથી દોઢેક મહીના પહેલા હું મારી ઓફીસે ફરજ ઉપર હાજર હતો તે દરમ્યાન મને મારા એક મિત્રનો ફોન આવ્યો હતો કે તમારા નામનુ કોઇએ ફેસબુકમાં ફેક આઇ.ડી બનાવ્યું છે. જેમાંથી મારા મેસેંજર ઉપર મેસેજ આવેલ કે કોઇ સંતોષકુમારને ફર્નિચર વેચવાનુ છે જેઓ CRPFમાં નોકરી કરે છે અને તેમની બદલી થઈ ગઈ હોવાનું મને મારા મિત્રએ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ તેને કહ્યું હતું કે, મે આવો કોઇ મેસેજ કર્યો નથી અને આ મારૂ ફેક આઇ.ડી હોઈ શકે છે. ત્યારબાદ આ મારૂ ફેસબુકમાં ફરિયાદ કરીને આઇ.ડી બંધ કરાવ્યું હતું. 

57500 રૂપિયા ગુગલ પેથી ટ્રાંસફર કર્યા

ત્યાર બાદ ફરિયાદીને જાણવા મળેલ કે તેમના નામના ફોટાવાળા કોઇકે અલગ-અલગ આઇ.ડી બનાવ્યા છે. જેમાં પરીવાર ના પણ ફોટા તેમાં મુકેલ છે. ફરિયાદીને તેના મિત્ર દશરથભાઇ પ્રજાપતિનો ફોન આવ્યો હતો કે, આ સંતોષકુમાર વાળો મેસેજ મારામાં તમારા ફેસબુક આઇ.ડી ઉપરથી આવ્યો હતો અને મારે ફર્નિચરની જરૂર હોવાથી તે મેસેજનો રીપ્લાય આપ્યો હતો અને તે મેસેજ માં જણાવેલ કે તમારે 57500 ઓનલાઇન ટ્રાન્સફર કરવા પડશે. બાદ તેમણે 57500 રૂપિયા ગુગલ પેથી ટ્રાંસફર કર્યા હોવાનું જણાવ્યું હતું.  ત્યારબાદ ફરિયાદીએ વારંવાર ફેસબુક સર્ચ કરતા તેમના નામ તથા ફોટાવાળા બીજા પાંચ આઇ.ડી મળ્યા હતાં. જેથી કોઇ અજાણ્યો ઇસમ મારા નામનો દુરુપયોગ કરવા મારા નામ તથા ફોટાવાળા ફેક આઇ.ડી બનાવી મને બદનામ કરી રહ્યો છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW