અમદાવાદના ગીતામંદિર પાસેથી 2 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું

0

ઉત્તર પ્રદેશથી આવેલા લોકો અલગ અલગ ડિલિવરી કરવા આવ્યા હતા

Updated: Aug 21st, 2023

અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર

અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો પડદા ફાસ્ટ થયો છે. અમદાવાદના ગીતામંદિર ખાતે એસોજીએ આરોપીની ધરપકડ કરી છે, જેમની પાસેથી 2 કરોડ 35 હજાર એમડી ડ્રગ્સ મળી આવી છે. આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ ડીલીવરી કરવા આવનાર આરોપી પાસેથી વિગત મેળવવા માટે એસોજીની ટીમ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ડ્રગની ડીલેવરી અમદાવાદ જેવા મોટા શહેરોમાં થવાની હતી તેવી વિગતો પણ સામે આવી રહી છે.

2 શખસોની અટકાયત, 1 આરોપી વોન્ટેડ

અમદાવાદ શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પાસે એસોજીની ટીમ બાતમીના આધારે વોચમાં હતી, ત્યારે એસટી બસમાં આવેલા 2 શખ્સોની અટકાયત કરી હતી, જેમાં મહેશ ઉર્ફે વિજય રામ સહાયની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 કરોડ 35 હજારનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. બીજી તરફ આ કેસમાં એક આરોપી વોન્ટેડ છે. પોલીસને બાતમીના આધારે આખું ઓપરેશન હાથ ધર્યું અને કરોડોનું ડ્રગ્સ હાથમાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં ડ્રગ ડિલિવરી કરવા આવ્યા

અમદાવાદ શહેરના સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકો ઉત્તર પ્રદેશના છે અને તેઓ અમદાવાદમાં ડ્રગ ડિલિવરી કરવા માટે આવ્યા હતા તેઓની પાસેથી બેગમાં નાના-નાના ઝીપરમાં એમડી ડ્રગ્સનો જથ્થો હતો. આ ડ્રગ્સ અમદાવાદ તેમજ અલગ અલગ શહેરમાં ડિલિવરી આપવાની હતી, ત્યારે અમદાવાદ શહેરમાં મોટાપ્રમાણમાં ડ્રગનું ડિલિવરી ઘુસાડાયું હોય, ત્યારે ડ્રગ મોટાપાયે ચાલતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે આવનારા સમયમાં આ રેકેટમાં કોના કોના તાર ક્યાં સુધી પહોંચે છે તે તપાસ એજન્સી માટે મહત્વનો પડકાર છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW